Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

શનિવારે દાનહના માંદોની અને દાદરામાં યોજાનારી રેવન્‍યુ શિબિર

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઊંડાણના ગ્રામવિસ્‍તારના લોકોનો સમય અને ખર્ચ બચાવવાના હેતુથી રોજ-બરોજના ઉપયોગમાં આવતા દસ્‍તાવેજો અને સેવા માટે પ્રત્‍યેક પંચાયત વિસ્‍તારમાં સમયાંતરે રેવન્‍યુ શિબિરનું કરાવેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.19
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા દાદરા નગર હવેલીના ગ્રામ્‍ય વિસ્‍તારના લોકોને વિવિધ કચેરીઓના આંટા ફેરા નહી કરવા પડે એ હેતુથી વિવિધ પંચાયતોમાં રેવન્‍યુ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે કડીમાં અગામી તા.23મી એપ્રિલના શનિવારે માંદોની અને દાદરા ગ્રામ પંચાયત માટે રેવન્‍યુ શિબિરનું આયોજન કરાયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખાસ કરીને ઊંડાણના ગ્રામ વિસ્‍તારના લોકોનો સમય અને ખર્ચ બચાવવાના હેતુથી મામલતદાર, સર્વે અને સેટેલમેન્‍ટ, ખાદ્ય અને આપૂર્તિ વિભાગ, એસ.સી., એસ.ટી., ફાઈનાન્‍સિયલ અને ડેવલપમેન્‍ટ કોર્પોરેશન, સમાજ કલ્‍યાણ-જિલ્લા પંચાયત સાથે સંકળાયેલી વિવિધ સેવાઓ પોતાની પંચાયત વિસ્‍તારના આંગણે મળી રહે તે પ્રકારની વ્‍યવસ્‍થાના ભાગરૂપે રેવન્‍યુ શિબિરનું આયોજન કરાવ્‍યું છે.
અગામી 23મી એપ્રિલના રોજ માંદોની ગ્રામ પંચાયત માટે ચિસદા, વાંસદા અને માંદોની ગામના લોકોને સાંકળતી રેવન્‍યુ શિબિરનું આયોજન માંદોનીની સરકારી ઉચ્‍ચતરમાધ્‍યમિક શાળામાં કરવામાં આવ્‍યું છે.
દાદરા ખાતે પંચાયત હોલમાં રાજસ્‍વ શિબિરનું આયોજન કરાયું છે. આ શિબિરમાં વારસાઈ, આવકનો દાખલો, જાતિ અને ડોમિસાઈલ તથા આધારકાર્ડ માટે અરજી કરવાની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે.
સર્વે અને સેટલમેન્‍ટ વિભાગ દ્વારા માપણી, નક્‍શાની નકલ, ડિવીઝન તથા એકત્રીકરણ માટે આવેદન કરી શકાશે.
સંઘપ્રદેશ પ્રશાસને લગ્ન નોંધણીની સુવિધા પણ રેવન્‍યુ શિબિરમાં શરૂ કરી છે. રાશન કાર્ડ, પશુ ખરીદવા અને ટર્મ લોન માટે પણ આવેદન કરી શકાશે. તદુપરાંત વિધવા પેન્‍શન માટે પણ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલી છે.
અત્રે નોંધનીય છે કે, મોટા ભાગે લગ્નની નોંધણી નહી થતી હોવાના કારણે ભવિષ્‍યમાં અનેક તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. જેને ધ્‍યાનમાં લઈ આ વખતે દાદરા ખાતે મેરેજ રજીસ્‍ટ્રેશનની સુવિધા પણ રાખવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

શ્રી સોમનાથ ભવન, ભેંસરોડ ખાતે દમણ જિલ્લા કોળી પટેલ સમાજની કારોબારી સભ્‍યોની યોજાયેલી બેઠક

vartmanpravah

વાપી જીઆઈડીસી કંપનીમાં ભિષણ આગ લાગી

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલના ધોરણ 10ના વિદ્યાર્થીએ દિલ્‍હી ખાતે આયોજીત રાષ્‍ટ્રીય વિજ્ઞાન સેમિનારમાં ઝળકાવેલું કૌવત

vartmanpravah

આલીદર ગામમાં ગાયત્રી મંદિરે નેત્ર નિદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment