Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દાનહ ‘ભારત સ્‍કાઉટ ગાઈડ’ની 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની આદિવાસી શિબિર માટે રાજસ્‍થાનના બાંસવાડા રવાના

સ્‍કાઉટ ગાઈડ દાનહની આદિવાસી પરંપરાનું જલવો ફેલાવશે – ચાર્મી પારેખ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.19
દાનહ ડેપ્‍યુટી કલેક્‍ટર અને પ્રમુખ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ કુ. ચાર્મી પારેખના આદેશ મુજબ 32 સભ્‍યોની ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની પાંચ દિવસીય આદિવાસી શિબિર, બાંસવાડા રાજસ્‍થાન માટે રવાના થઈ, જેનું પ્રતિનિધિત્‍વ અજય હરિજન અને સંતોસી સિંઘ કરશે. જેમાં ચાર્મી પારેખે તમામને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે, દાનહ આદિવાસી પરંપરાને ઉજાગર કરશે. ભારત સ્‍કાઉટ ગાઈડ સાથે તમામ પ્રકારની સ્‍પર્ધાઓ માટે શુભેચ્‍છા પાઠવી હતી. જેમાં આદિવાસી નળત્‍ય તારપા, દાદરા નગર હવેલીનો મુખ્‍ય ખોરાક, ભાતની રોટલી અને પાપડી કી સબઝી, વારલી પેઇન્‍ટિંગ, કોસ્‍ચ્‍યુમ, આદિવાસી ઉત્‍સવો, આદિવાસી પ્રદર્શન, આદિવાસી લગ્ન, પ્રાદેશિક નળત્‍ય, પ્રાદેશિક ગીત, પ્રાદેશિક હસ્‍તકલા, ગ્રામીણ દિવાલ પેઇન્‍ટિંગ ગ્રુપ સ્‍પર્ધા, વ્‍યક્‍તિગત રંગોળી, નિબંધ, લેખન, કવિતા, ગીત જેવી વિવિધ સ્‍પર્ધાઓ અગ્રણી રહેશે.
જેમાં દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના રાજ્‍ય સેક્રેટરી શ્રી સર્મિષ્ઠા દેસાઈ, ડો.એ.પી.જે.અબ્‍દુલ કલામ, સરકારી કોલેજ, રોવર સ્‍કાઉટ લીડર ડો.પવન અગ્રવાલ અને રાજ્‍ય ઓર્ગેનાઈઝીંગ કમિશનર સ્‍કાઉટ સુધાંશુ શેખરની હાજરીમાં તમામ 32 સ્‍પર્ધકોને માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજ, લાયન્‍સ ઈંગ્‍લિશ સ્‍કૂલ, આઝાદ ઓપનરોવર ક્રૂ રેન્‍જર ટીમ અને જય હિંદ સ્‍કાઉટ ગાઈડ ઓપન ગ્રુપે ભાગ લીધો હતો. જેમાં સર્મિષ્ઠા દેસાઈએ જણાવ્‍યું હતું કે, દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના સેવાકીય કાર્યને દાનહ પ્રશાસન દ્વારા હંમેશા પ્રશંસા અને સમર્થન આપવામાં આવે છે જેથી તેઓ તેમની કાર્યદક્ષતા અને પ્રવળત્તિઓમાં અત્‍યંત અસરકારક બનાવવામાં સફળ થાય છે અને પ્રદેશ, પ્રાદેશિક, રાષ્‍ટ્રીય અને તમામ તરફથી પ્રશંસાને પાત્ર બને છે. તેઓને આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે પણ સન્‍માનિત કરવામાં આવે છે, જે તમામ બાળકોના મનોબળને મોટો ટેકો આપે છે, તેમજ જ્‍યારે પણ ચેરિટી વહીવટીતંત્રને સ્‍કાઉટ ગાઈડના સેવા કાર્યની જરૂર પડે છે, ત્‍યારે તેઓ હંમેશા તૈયાર રહે છે જેમાં રાષ્‍ટ્રીય મુખ્‍યાલય, ન્‍યુ. દિલ્‍હી ભારત સ્‍કાઉટ ગાઈડનું પણ ખૂબ મહત્‍વનું યોગદાન રહ્યું છે
આ પાંચ દિવસીય રાષ્‍ટ્રીય કક્ષાના આદિવાસી શિબિરમાં તમામ રાજ્‍યોમાંથી કુલ 1500 સ્‍કાઉટ્‍સ ગાઈડ રોવર રેન્‍જર્સ સમ્‍મેલિત થઈ સફળ બનાવશે. જેમાં ઘણા બધા ઈનામોનું વિતરણ કરવામાં આવશે અને ભાગ લેનાર તમામને સ્‍મળતિ ચિન્‍હ અને વસ્‍તુઓ પણ ભેટ સ્‍વરૂપે આપવામાં આવશે.

Related posts

સેલવાસના દત્ત મંદિર ખાતે રંગ જયંતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વિજળી વિતરણ વ્‍યવસ્‍થાના ખાનગીકરણને અટકાવવા માટે ડિએમસી કાઉન્‍સિલરોએ સરકારને કરેલી અપીલ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પહેલો સંઘપ્રદેશ છે જ્‍યાં સતત વિકાસ લક્ષ્ય (એસડીજી) ઉપર વર્કશોપનું કરાતું આયોજન : નીતિ આયોગના નોડલ ઓફિસર સંયુક્‍તા સમદાર

vartmanpravah

આજે નાણા-ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું બજેટ રજૂ કરશે

vartmanpravah

શિક્ષણની ગુણવત્તા અને પરિણામમાં વૃદ્ધિ માટે પ્રશિક્ષણ કાર્યક્રમ અત્‍યંત આવશ્‍યકઃ શિક્ષણ નિર્દેશક જતિન ગોયલ

vartmanpravah

સાસરિયાના ત્રાસથી કોથરખાડીમાં બે સંતાનો સાથે માતાએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

vartmanpravah

Leave a Comment