Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં આવેદનપત્ર સાથે રાજયભરનાં સરકારી કર્મચારીઓ ગાંધીનગર ઉમટયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ,તા.15 : ગુજરાત રાજ્‍ય સંયુક્‍ત કર્મચારી મોરચા દ્વારા છેલ્લાં કેટલાંક સમયથી જૂની પેન્‍શન યોજના સહિતનાં પડતર પ્રશ્નો બાબતે આંદોલન કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આજરોજ 15 માર્ચે રાજ્‍યનાં સેંકડો કર્મચારીઓને નવા સચિવાલય ખાતે સીધા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. મોરચા દ્વારા આ માટે આવેદનપત્રની નકલ પણ જારી કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે ગુજરાત સરકાર દ્વારા એપ્રિલ 2005થી નેશનલ પેન્‍શન સ્‍કીમ લાગુ કરવામાં આવેલ છે. તેમાં પહેલાંની જેમ આજીવન મળતું પેન્‍શન બંધ કરાયું છે અને નવી સ્‍કીમમાં જે રકમ મળે છે તે અનિશ્વિત અને ઓછી મળતી હોઈ નિવૃત્તિ પછી જીવનનિર્વાહ મુશ્‍કેલ બને છે. આ સાથે સરકારમાં હાલ જ્ઞાન સહાયક, ફિક્‍સ પગાર, કરાર અધારિત ફિક્‍સ પે વગેરે મૂળ અસરથી નાબૂદ કરીને પૂરા પગારથી ભરતી કરવાની મુખ્‍ય માંગ છે જેનો ઉકેલ પણ હજી બાકી છે.
ગુજરાત રાજ્‍ય સંયુક્‍ત કર્મચારી મોરચાનાં પ્રમુખ દિગ્‍વિજયસિંહ જાડેજા અને કર્મચારી મહામંડળનાં મહામંત્રી ભરત ચૌધરી દ્વારા તમામસરકારી કર્મચારી મંડળોને નવા કાર્યક્રમ અંગે જાણકારી આપવામાં આવી હતી કે 14 માર્ચનો રામધૂનનો કાર્યક્રમ સ્‍થગિત રખાયો છે અને હવે 15 માર્ચે રાજ્‍યનાં તમામ કર્મચારીઓ મુખ્‍યમંત્રીને જૂની પેન્‍શન યોજના પુનઃ કરવા અને ફિક્‍સ પગારની યોજના મૂળ અસરથી નાબુદ કરવા નવા સચિવાલય, ગાંધીનગર ખાતે આવીને વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવા જશે. જેનાં પગલે આજરોજ રાજ્‍યભરમાંથી હજારોની સંખ્‍યામાં સરકારી કર્મચારીઓ બેનર અને પ્‍લે કાર્ડ સાથે ગાંધીનગર ખાતે ઉમટી પડયા હતાં. ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત વચ્‍ચે કર્મચારીઓએ ભારે સૂત્રોચ્‍ચાર કરી સરકાર સમક્ષ પોતાનો રોષ વ્‍યક્‍ત કર્યો હતો.
નવા સચિવાલય ખાતે ઉપસ્‍થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આક્રોશ વ્‍યક્‍ત કર્યો હતો કે સપ્‍ટેમ્‍બર 2022માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સમાધાન માટે પાંચ મંત્રીઓની સમિતિ સાથે કર્મચારી મંડળો અને પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા વચન યાદ કરાવવા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તે ધ્‍યાને લેવામાં આવી નથી. આજનાં વ્‍યક્‍તિગત આવેદનપત્ર આપવાનાં કાર્યક્રમને તેમણે આખરી અલ્‍ટીમેટમ ગણાવી વિવિધ સંગઠનનાં હોદ્દેદારો સાથે ધરપકડ વહોરી હતી. આ લખાય છે ત્‍યાં સુધી સરકાર તરફથી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવેલ નથી. લોકસભાની ચૂંટણીસામે છે તે પૂર્વે સરકાર હકારાત્‍મક દિશામાં નિર્ણય લેશે એવો આશાવાદ હાલ તો કર્મચારીઓ વ્‍યક્‍ત કરી રહ્યાં છે.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી

vartmanpravah

દમણમાં યોજાયેલી મલ્‍ટી સ્‍પોર્ટ્‌સ ઈવેન્‍ટના ત્રીજા દિવસે સાયકલ રેસ ઈવેન્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપીથી દમણગંગા નદીમાં છોડાતા પ્રદૂષણને બંધ કરવા દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલની લોકસભામાં રજૂઆત

vartmanpravah

દાનહ અને દમણ-દીવ ટેનિસ એસો. દ્વારા થ્રીડી ઓપનટેનિસ ટુર્નામેન્‍ટનું કરાયેલું આયોજન : મોટી દમણ ફોર્ટ એરિયાના ટેનિસ કોર્ટમાં થયેલો પ્રારંભઃ 30થી વધુ ખેલાડીઓ લઈ રહ્યા છે ભાગ

vartmanpravah

‘વિશ્વાસથી વિકાસ યાત્રા’ અંતર્ગત ચીખલી પ્રાંતમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ દ્વારા રૂા. 17.29 કરોડના પ્રકલ્‍પોની ભેટ

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

Leave a Comment