ઢાબા સંચાલકોને તેમની જગ્યા એન.એ.કરાવવામાં રાખવામાં આવશે ઉદારતા અને જ્યાં સુધી એન.એ.નહીં થાય ત્યાં સુધી હંગામી ધોરણે ઢાબાનો કારોબાર ચાલુ રાખવા કરાયેલી રજૂઆત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22
સેલવાસ નગરપાલિકા વિસ્તારમાં હાલમા સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત દરેક દુકાનદારોને આગળના ભાગના પતરાં અને શેડ દુર કરાવવામા આવી રહ્યા છે અને કેટલીક દુકાનોના માલિકોને પાલિકાના અધિકારીઓ દ્વારા દુકાનો તોડવાની પણ જાણ કરવામા આવી છે જે સંદર્ભે અટલભવન સેલવાસ ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલ અને એમની ટીમને રજૂઆત કરવા સ્થાનિક વેપારીઓ પહોંચ્યા હતા અને તેઓનીસમસ્યા અંગે વિસ્તળત ચર્ચા કરી હતી.
સેલવાસ અટલ ભવન પર પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા સેલવાસ પાલિકા વિસ્તારના વેપારીઓ તેમજ જિલ્લા પંચાયત વિસ્તારના ઢાબા સંચાલકોએ પોતાની તકલીફોની રજૂઆત કરી હતી. જેને લઈ ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતળત્વમા મહામંત્રી શ્રી મનિષ દેસાઈ, પાલિકા પ્રમુખ શ્રી રાકેશ ચૌહાણ, ભાજપ જિલ્લા પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, પૂર્વ પ્રમુખ શ્રી દિગ્વીજયસિંહ પરમાર તાત્કાલિક સેલવાસ કલેક્ટર શ્રી રાકેશ મિન્હાસને મળી વેપારી તેમજ ઢાબા સંચાલકોને પડી રહેલી તકલીફ તેમજ નુકસાન વિશે અવગત કરાવ્યા હતા.
જે સંદર્ભે કલેક્ટરે આવતા સોમવારે એક સંકલન બેઠકનું આયોજન કર્યું છે. જેમા પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયેલા સભ્યો તેમજ વેપારી ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના પદાધિકારીઓ નગરપાલિકા તથા જિલ્લા પંચાયતમા આવેલી દુકાનોને તોડાવી નહિ અને આગળ વધારેલ પતરાં કે શેડને કાઢી નાંખવા માટે 7 દિવસનો સમય આપવા વિનંતી કરી અને ઢાબાવાળા માટે જલ્દીથી જમીન એનએ કરી આપવા તેમજ બાંધકામની પરમિશન આપવા રજૂઆત કરી હતી અને જ્યાં સુધી ઢાબાવાળની જમીન એનએ નહી થાય તેમજ નહી મળે ત્યાં સુધી તેમને હંગામી ધોરણપર વ્યવસાય ચાલુ રાખવાની છૂટ આપવાની વિનંતી કરવામાં આવી હતી.
પ્રદેશ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ વેપારીઓ તેમજ ઢાબા માલિકોને જણાવ્યું હતું કે, નિયમમાં રહી વેપાર તેમજ ઢાબાઓ ચલાવવા એ આપણી ફરજ છે.
વધુમાં એમણે જણાવ્યું હતું કે, સેલવાસ સ્માર્ટ સિટી બની રહ્યુ છે એની સાથે વેપારીઓએ પણ પોતાનો સહયોગ આપવો જરૂરી છે,ગરમી તેમજ વરસાદમાં કોઈ પણ વેપારીને નુકસાન નહી થાય એનું પણ ધ્યાન રાખતા નક્કી કરાયેલ ડિઝાઇનના 5 ફૂટના પતરાં લગાવવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે. ઉપરોક્ત રજૂઆત પર કલેક્ટર આવતા સોમવારે વેપારી તેમજ જનપ્રતિનિધિ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે.