June 30, 2025
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસઃ સોરઠીયા મસાલા મીલમાં આગ લાગતા દોડધામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.04
સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં આવેલ સોરઠીયા મસાલા મિલમાં અગમ્‍ય કારણસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા નગર હવેલીના સેલવાસની પ્રખ્‍યાત મસાલા મિલ એસ.ટી.ડેપોની બાજુમાં આવેલી છે અને મિલ માલિકનો પરિવાર પણ મિલની ઉપર બનાવેલ મકાનમાં રહે છે. આજે બુધવારની રાત્રિએ દશેક વાગ્‍યાના સુમારે અચાનક મિલમાંથી ધુમાડા સાથે આગ પકડી લીધી હતી જેથી અંદર કામ કરતા લોકો તાત્‍કાલિક મિલની બહાર નીકળી ગયા હતા, બાદમાં ફાયર ફાઈટર વિભાગને ફોન કરતા ફાયર ફાઈટરોની ટીમ તાત્‍કાલિક આવી પહોંચી હતી. બાદમાં મિલ માલિકના પરિવારના પાંચ સભ્‍યોનું રેસ્‍ક્‍યુ કરી એમને બહાર લાવવામાં આવ્‍યા હતા. ભીષણ લાગેલ આગને ઓલવવા સેલવાસ, ખાનવેલ, સરીગામ તથા વાપીથી બંબાઓ બોલાવવામાં આવ્‍યા હતા. આગે એવું વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્‍યા હતા.

Related posts

ખાનવેલ મરાઠી માધ્‍યમ શાળાના મેદાનમાં અંડર 19 મલખંબ ગર્લ્‍સ અને બોયઝ ટીમની યુટી સ્‍તરની પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાંઆવશે

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા ગામની આંગણવાડીમાં બાળકો અને માતાઓને પૌષ્‍ટિક આહાર કીટનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર યુવતિએ બે બે વાર આપઘાતનો પ્રયાસ કર્યા : જી.આર.ડી.એ ઉગારી લીધી

vartmanpravah

સોળસુંબામાં યુવાને ગળે ફાંસો લગાવી કરેલી આત્‍મહત્‍યા : ઘટનાનું ઘૂંટાતું રહસ્‍યં

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

Leave a Comment