Vartman Pravah
Breaking Newsદમણદેશ

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

રામસેતુ બીચ રોડ ઉપર વાહનોના ઓવરટેકિંગ ઉપર પણ પ્રતિબંધ મુકવો આવશ્‍યક

ફોટો -રાહુલ ધોડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03

મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોર બીચ સુધીના બનેલા રામસેતુ બીચ રોડ ઉપર વાહનોની ગતિ નિર્ધારીત કરવી ખુબ જરૂરી બની ગયું છે. કારણ કે, રામસેતુ બીચ ઉપર વાહન ચાલકો પુરપાટ સ્‍પીડે પોતાના વાહનને હંકારતા હોવાથી પ્રવાસીઓને અકસ્‍માતની ભીતિ રહે છે.
મોટી દમણ લાઈટ હાઉસથી જમ્‍પોરસુધીના બીચ રોડ ઉપર વાહનોના ઓવરટેકિંગ ઉપર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. કારણ કે, ઓવરટેકિંગના કારણે આ બીચ રોડ ઉપર છાશવારે અકસ્‍માતની ઘટના પણ બનતી રહે છે. કેટલાક વાહન ચાલકો અને તેમા સવાર લોકો સ્‍ટન્‍ટ કરી પોતાના શરીરના ભાગને બહાર કાઢતા પણ નજરે પડે છે.
આજે દમણમાં રામસેતુ બીચ રોડ પ્રવાસીઓ માટે સૌથી મોટું આકર્ષણનું કેન્‍દ્ર હોવાની સાથે પ્રવાસીઓથી પણ ભરચક રહે છે. ત્‍યારે પ્રવાસીઓ અને સ્‍થાનિક લોકોની સુરક્ષા માટે પ્રશાસન આ રોડ ઉપર સ્‍પીડ મર્યાદા નિર્ધારીત કરી ઓવર ટેકિંગ ઉપર પણ પ્રતિબંધ લગાવે એવી આજના સમયની માંગ બની છે.

Related posts

સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ રેસલિંગ ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah

નવસારીની કાલિયાવાડી આંગણવાડી ખાતે જન્માષ્ટમીની કરાયેલી ઉજવણી

vartmanpravah

‘સ્‍મૃતિ દિવસ’ નિમિતે દાનહ-દમણ-દીવ પોલીસ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરી શહિદોને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

Leave a Comment