September 22, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
સેલવાસના ડોકમરડી વિસ્‍તારમાં રહેતી યુવતી અને કોન્‍ટ્રાકટર પાસે રોકડ પર કામ કરવા ગયેલ જેને કામના પૈસા નહી આપતા અને કોન્‍ટ્રાકટર દ્વારા યુવતી અને એના પરિવારને જાનથી મારી નાંખવાનીધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી સુરજ પટેલ જેઓએ એમની બહેન નિકિતા પટેલ સંદર્ભે એસપી અને સેલવાસ પોલીસ સ્‍ટેશનમા ફરિયાદ અરજી આપેલ જેમા જણાવેલ કે મારા મિત્ર સુરજસિંહ દ્વારા મારી બહેન નિકિતા પટેલના લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી પાસે રોકડ પર કામ કરાવેલ કાર્યના નીકળતા પૈસા વારંવાર માંગવા છતા પણ નહી આપતા મિત્ર સુરજસિંહના મોબાઈલ પરથી બલદેવ તિવારીને ફોન કર્યો હતો. ત્‍યારે લેબર કોન્‍ટ્રાકટરે અમારી જાતિ પર બોલી અમોને અપમાનિત કરેલ છે તેમજ મારા માં-બહેન ઉપર અપશબ્‍દો અને ગાળી ગલોચ પણ કરી છે અને અમને પેટ્રોલ નાંખી સળગાવી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપેલ છે.
આ લેબર કોન્‍ટ્રાકટર બલદેવ તિવારી માથાભારે ઈસમ છે જેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે એવી વિનંતી કરવામા આવી છે.

Related posts

દમણવાડા ગ્રા.પં.ના નવનિયુક્‍ત સેક્રેટરી પર્યંત જાની અને જે.ઈ. હિરેન પટેલનું કરાયું અભિવાદન

vartmanpravah

પારડી વિશ્રામ હોટલ સામે ટ્રાફિક જામ કરી દારૂ ભરેલી વેન્‍યુ કાર પોલીસે ઝડપી

vartmanpravah

બીલીપત્રનું વૃક્ષ : પાનખર બાદ હવે નવપલ્લવિત થવા વસંતનો ઈંતેઝાર

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, સલવાવનું ગૌરવ

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપીમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દાનહ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર બનતા કલાબેન ડેલકરઃ ડેલકર જૂથના કાર્યકર્તાઓમાં આનંદની લહેર: વરસોથી ભાજપને વફાદાર રહેલા સંનિષ્‍ઠ કાર્યકરો હતાશ

vartmanpravah

Leave a Comment