November 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદેશ

આંટિયાવાડના સરપંચ ઉર્વશીબેન જયેશભાઈ પટેલે સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કરી આપ્‍યો સ્‍વચ્‍છતાનો સંદેશ

‘સ્‍વચ્‍છ ભારત’ અભિયાનને સફળ બનાવવા આંટિયાવાડના લોકોને ‘સ્‍વચ્‍છતા હી સેવા’ ઝુંબેશમાં જોડાવા અને પોતાના ઘર તેમજ આજુબાજુના વિસ્‍તારની નિયમિતસાફ-સફાઈ કરવા કરેલી હાકલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29: દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી ઉર્વશીબેન જયેશભાઈ પટેલે આજે ગરીબ સાધનહીન પરિવારોના વિદ્યાર્થીઓને આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કર્યુ હતું. આ અવસરે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓ સાથે અભ્‍યાસ અંગે વાતો પણ કરી હતી. સરપંચશ્રીએ માતાની જેમ વિદ્યાર્થીઓને દરેક સ્‍થળે સ્‍વચછતા જાળવવા તેમજ અભ્‍યાસ વિશે વિશેષ સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓ જોડે વાતચીતમાં તેમનાં ઘરે તેમજ શાળામાં કરવામાં આવતી સાફ-સફાઈ વિશે જાણીને સંતોષ પણ અનુભવ્‍યો હતો.
આ ઉપરાંત સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને આરોગ્‍યની જાળવણી અંગેની પણ મહત્ત્વની વાતી સમજાવી હતી. દરમિયાન શ્રીમતી ઉર્વશીબેન પટેલે વિદ્યાર્થીઓને લંચ બૉક્‍સ, વૉટર બૉટલ, ટુથપેસ્‍ટ, ટૂથબ્રશ, સાબુ વગેરેની આરોગ્‍યલક્ષી કિટનું વિતરણ કર્યુ હતું. સરપંચશ્રીના સુપુત્ર ચિ. નિયાન જયેશભાઈ પટેલે પણ પોતાના હસ્‍તે વિદ્યાર્થીઓને જરૂરી કિટનું વિતરણ કર્યુ હતું. આ પ્રસંગે હાઈજિન કિટ પામીને વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ પ્રસંગે સરપંચ શ્રીમતી ઉર્વશીબેન પટેલે આંટિયાવાડના રહેવાસીઓને ‘સ્‍વચ્‍છતા હી સેવા-2024′ અંતર્ગત અભિયાનમાં જોડાવા અને પોતાના ઘર, દુકાન,મકાન, ચાલીઓ તેમજ ઉદ્યોગોમાં નિયમિત સાફ-સફાઈ કરી સ્‍વચ્‍છતા રાખવાની હાકલ કરી હતી.

Related posts

ઉમરગામ પાલિકાના ચીફ ઓફિસર સામે કાઉન્‍સિલરોએ માંડેલો મોરચો દુઃખે પેટ અને કુટે માથુની સ્‍થિતિમાઃ નગરજનોમાં હાસ્‍યાસ્‍પદ બની રહેલી કાઉન્‍સિલરોની લડાઈ

vartmanpravah

સમગ્ર શિક્ષા અંતર્ગત દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની ‘કલા ઉત્‍સવ’ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વાપીની બિલખાડીમાં પ્રદૂષણયુક્‍ત પાણી હજુ પણ બેફામ વહી રહ્યું છેઃ નિયંત્રિત કરાયાની માત્ર વાતો જ

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બીજે સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ત્રણ હોટલ અને બારના લાયસન્‍સ રદ્‌ કરાયા

vartmanpravah

Leave a Comment