Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણીમાં કરોડપતિઓએ પણ નોંધાવેલી પોતાની ઉમેદવારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.15 : સેલવાસ નગર પાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણીનું આયોજન કરવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી હોવાની માહિતીમળી છે. જે સંદર્ભે એક વેપારી દ્વારા આ ચૂંટણીને રદ્‌ કરવા માટે જિલ્લા કલેક્‍ટરશ્રીને લેખિત રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સેલવાસ નગરપાલિકા દ્વારા યોજાઈ રહેલી સ્‍ટ્રીટ વેન્‍ડરની ચૂંટણીને રદ્‌ કરવા કિલવણી નાકા નજીક શાકભાજી માર્કેટમાં વેપાર કરનાર વેપારી શ્રી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરશ્રીને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, નગરપાલિકા દ્વારા સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી કરાવવામાં આવી રહી છે પરંતુ જે લોકોને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવેલ છે તેવા લોકો પણ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે અને તેઓએ પોતાનું ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે. જેઓએ ફોર્મ ભર્યા છે તેઓ કરોડો રૂપિયાના માલિક છે. એમની પાસે પોતાનો ફલેટ છે, બંગલો છે અને આરસીસી ઘર પણ છે. છતાં પણ ચૂંટણી લડી રહ્યા છે તેઓ આ ચૂંટણી લડી શકે નહીં. કારણ કે, આ ચૂંટણી સ્‍ટ્રીટ વેંડરની છે. તેથી સૌ પ્રથમ અગાઉ જે નોટિસ આપવામાં આવેલ તે બાબતે તપાસ કરવામાં આવે અને પછી જ આ ચૂંટણી યોજવામાં આવે. જેથી અમે તમામ સ્‍ટ્રીટ વેંડરો માંગ કરીએ છીએ કે, આ ચૂંટણી રદ્‌ કરવામાં આવે અને જે નોટિસ અગાઉ આપેલ તેઓની નિષ્‍પક્ષ તપાસ કરવામાં આવે એ અતિ જરૂરી છે.

Related posts

નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ ના હસ્તે વટાર ૬૬ કે.વી. સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

વ્‍યાજખોરી અંગે સમાજમાં જાગૃતિ લાવવા માટે વાપીમાં પોલીસ લોકદરબાર યોજાયો

vartmanpravah

‘સચ્‍ચે કો ચુને, અચ્‍છે કો ચુને’ના નારા સાથે દમણ-દીવ લોકસભાના અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલના ચૂંટણી પ્રચારનો આરંભ

vartmanpravah

વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા સ્વરોજગાર મેળો યોજાયો

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

Leave a Comment