January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.15
દાનહ અને દમણ દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં ગુણવતાયુક્‍ત શિક્ષણ સાથે વિદ્યાર્થીને સર્વાંગી વિકાસ કાર્યક્રમનું શાળા સ્‍તરે આયોજન કરવામા આવેલ છે.
ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય રાષ્‍ટ્રીય સેવા યોજનાનિર્દેશાલય નવી દીલ્‍હીના દિશાનિર્દેશમા દાનહ અને દમણ દીવ એનએસએસ એકમો દ્વારા વિવિધ શાળાઓમા આંતરરાષ્‍ટ્રીય યોગા દિવસના ઉપલક્ષમા યોગા પ્રોટોકોલનો અભ્‍યાસ કરવામા આવ્‍યો હતો. બન્ને પ્રદેશના એકીકરણ બાદ એનએસએસ દ્વારા રાષ્‍ટ્રીય સ્‍તરે ઉત્‍કળષ્ટ પ્રદર્શન કરવામા આવ્‍યું છે.
પ્રજાસતાક દિવસ પર્વની પરેડમા દીવની કુમારી સિદ્ધિ બારિયાને આખા ભારતવર્ષના એનએસએસ ટુકડીનું નેતળત્‍વ કરી પ્રદેશના વિદ્યાર્થીઓમા નવો જોશ ભર્યો હતો. કુ.સિદ્ધિને પ્રસાશકશ્રીના હસ્‍તે સન્‍માનિત પણ કરવામા આવી હતી. આવનાર સમયમાં રાષ્‍ટ્રીય સ્‍તરે એનએસએસના સ્‍વયંસેવક પોતાની ભાગીદારી દર્જ કરવા માટે કટિબદ્ધ છે.

Related posts

નહેરુ યુવા કેન્‍દ્ર દીવ દ્વારા જિલ્લા કક્ષાની વક્‍તવ્‍ય સ્‍પર્ધાનું આયોજન

vartmanpravah

કપરાડા અને ધરમપુર તાલુકામાં કરોડોના ખર્ચે બનેલા ચેકડેમોની ખંડેર અને જર્જરિત

vartmanpravah

શ્રી વલ્લભ સંસ્‍કાર ધામ ડે બોર્ડીંગ શાળાના વિદ્યાર્થીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસના સલાહ, સુચનો અને સહયોગથી ટ્રાફિક સુરક્ષા અને વ્‍યસનમુક્‍તિ વિષય પર નુક્કડ નાટક ભજવવામાં આવ્‍યું

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર એક વ્‍યક્‍તિને કારે ટક્કર મારતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ચીખલીના બારોલીયામાં મધરાત્રે વાવાઝોડામાં એક જ ફળિયાના 10થી વધુ ઘરોના પતરાં હવામાં ફંગોળાયા

vartmanpravah

નવસારી લોકસભા મતદાર વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment