January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગુમ થયેલ આધેડની એક મહિના બાદ છીરીમાં કન્‍ટ્રકશન સાઈટ ઉપર ફાંસો ખાલેલ લાશ મળી

54 વર્ષિય ધીરેન્‍દ્ર સિંગ મુન્નીસીંગ 6 નવેમ્‍બરે ઘરે ગાયને રોટલી નાખવાનું કહી નિકળ્‍યા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.04: વાપી છરવાડા ખાતે રહેતા કલર કોન્‍ટ્રાક્‍ટરનું કામકાજ કરતા 54 વર્ષિય આધેડ ઘરેથી ગુમ થયા બાદ એક મહિના બાદ છીરીમાં કન્‍સ્‍ટ્રકશન સાઈટ ઉપરથી લાશ મળી આવી છે.
વાપી છરવાડા રાજ સફાયર બિલ્‍ડીંગના ફલેટ નં.308માં રહેતા 54 વર્ષિય ધીરેન્‍દ્રસિંહ મુન્નીસીંગ મૂળ રહે.બિહાર ગત તા.06 નવેમ્‍બરના રોજ સાંજે 5 વાગે ઘરેથી ગાયને રોટલી નાખવા જાઉં છું કહી નિકળ્‍યા બાદ ગુમ થઈ ગયા હતા. પરિવારે શોધખોળને અંતેડુંગરા પોલીસમાં ગુમની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શોધખોળ આરંભી દીધી હતી તે દરમિયાન 3 ડિસેમ્‍બરના રોજ એકાદ મહિના પછી છીરીમાં નવનિર્માણ થઈ રહેલ એક ઈમારતના પહેલા ગાળામાંથી તેમની લાશ મળી હતી. ધીરેન્‍દ્રસીંગ કલર કોન્‍ટ્રાક્‍ટરનો વ્‍યવસાય કરતા હતા. મજુરોને પેમેન્‍ટ આપવાની આર્થિક સંકડામણ અનુભવતા આપઘાત કર્યાનું મનાઈ રહ્યું છે. પરંતુ પરિવાર તપાસમાં ખાસ સહયોગ નથી કરી રહ્યો. પોલીસે વધુ તપાસ ચાલુ રાખી છે.

Related posts

ધાપસા ટર્નિંગ પાસે બાઈક ડિવાઈડર સાથે ટકરાતા એકનુ ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

વાપી-સુરત રોટરી ક્‍લબ દ્વારા સહાહનીય કામગીરી : 121 લાભાર્થીઓને નિઃશુલ્‍ક આધુનિક કૃત્રિમ પગ અર્પણ કર્યા

vartmanpravah

ચીખલી ગ્રામ પંચાયત દ્વારા ખાનગી ટ્રસ્ટને ભાડેથી આપેલ જમીન છેવટની નોટિસ બાદ પણ ખાલી ન કરતા જમીનમાં કરાયેલ બાંધકામને સીલ કરી દેવાતા ફફડાટ

vartmanpravah

સગર્ભા અને પ વર્ષ સુધીના બાળકોના સ્‍વાસ્‍થ્‍ય માટે વલસાડ તાલુકામાં બાલ પોષણના પ્રોજેક્‍ટનો શુભારંભ

vartmanpravah

દમણ અને દીવમાં 7 તથા દાનહમાં 6 ઉમેદવારોના નામાંકન માન્‍યઃ આજે ચિત્ર સ્‍પષ્‍ટ બનશે

vartmanpravah

Leave a Comment