October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની વરણી : ઓબીસી સમુદાયમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ

  • 80 ટકા ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની કરેલી

  • નિયુક્‍તિથી પ્રદેશમાં ભાજપનો મોટો જનાધાર વધશેપેટાઃહરિશભાઈ પટેલ ગ્રાસરૂટ લેવલના કાર્યકર હોવાથી પ્રદેશમાં દરેક વર્ગ, સમાજ અને જૂથ સાથે જીવંત સંબંધ ધરાવે છે


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપે પ્રદેશમાં ઓબીસી મોરચાના સંગઠનને વધુ લોકાભિમૂખ અને અસરકારક બનાવવા માટે દમણ-દીવના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી છે. જ્‍યારે સ્‍ટેટ જનરલસેક્રેટરી તરીકે શ્રી ભરતભાઈ પટેલને અખત્‍યાર સોંપવામાં આવ્‍યો છે. શ્રી દિલીપભાઈ પ્રજાપતિને દાનહના સ્‍ટેટ જનરલ સેક્રેટરીનો પદભાર સોંપવામાં આવ્‍યો છે.
80 ટકા જેટલી ઓબીસી વસતી ધરાવતા દમણ અને દીવના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ તરીકે શ્રી હરિશભાઈ પટેલની નિયુક્‍તિ કરી પ્રદેશ ભાજપે ખુબ જ મોટો આવકારદાયક નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
શ્રી હરિશભાઈ પટેલ દમણમાં દરેક સમાજોમાં પોતાની લોકપ્રિયતા ધરાવતા હોવાથી 2024ની લોકસભા ચૂંટણીમાં તેઓ ખુબ જ મહત્‍વની ભૂમિકા ભજવશે. દાદરા નગર હવેલી અને દીવ ખાતે પણ શ્રી હરિશભાઈ પટેલનો વિવિધ જૂથો સાથે સીધો સંબંધ હોવાથી તેમની નિમણૂકથી દમણ-દીવ સહિત દાદરા નગર હવેલીમાં પણ ભાજપનો જનાધાર વધશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.
અત્રે નોંધનીય છે કે, શ્રી હરિશભાઈ પટેલના ધર્મપત્‍ની શ્રીમતી રીનાબેન પટેલ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરપર્સન હોવાની સાથે તેઓ કોઈપણ કામની ગુણવત્તા અને સમયમર્યાદા સાથે સમાધાન કરતા નથી. દમણ જિલ્લા પંચાયત દ્વારા થતા વિવિધ વિકાસના કામોનું પણ તેઓ સ્‍વયં નિરીક્ષણ કરવા જઈ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ પણ આપતા રહે છે.
શ્રી હરિશભાઈ પટેલની ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે કરેલી નિયુક્‍તિથી દમણ-દીવમાં ઓબીસીસમુદાયની કેટલીક સમસ્‍યાઓનું પણ નિરાકરણ આવવાની સાથે પ્રદેશમાં ઉત્‍સાહ અને આનંદનું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે.

Related posts

દમણ જિ.પં. પ્રમુખ જાગૃતિબેન પટેલ એક્‍શન મોડમાં: ભીમપોર ખાતે તળાવ અને ગૌશાળાનું સીઈઓની ઉપસ્‍થિતિમાં કરેલું નિરીક્ષણ

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

ચીખલી તાલુકામાં વંકાલ હાઈસ્‍કૂલ અને મલિયાધરા પ્રાથમિક શાળાનો એક-એક વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા આરોગ્‍ય વિભાગ દોડતું થયું

vartmanpravah

દમણમાં છેલ્લા ૨૪ કલાકમાં ૦૧ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો

vartmanpravah

સેલવાસ નગરપાલિકા દ્વારા ‘‘સ્‍વનિધિ મહોત્‍સવ” કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment