Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટ દ્વારા રૂા.5000નો દંડ

પત્રકાર સતિષ શર્મા સામેના ક્રિમિનલ બદનક્ષી કેસમાં પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલના ધારાશાસ્‍ત્રી ગેરહાજર રહેતાં વિદ્વાન ન્‍યાયમૂર્તિએ જારી કરેલો આદેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.20
દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટમાં 2018ના વર્ષથી ચાલી રહેલ એક ક્રિમિનલ બદનક્ષીના કેસમાં સુનાવણીની તારીખે ઉપસ્‍થિત નહીં રહેવા બદલ વિદ્વાન ન્‍યાયમૂર્તિ શ્રી પી.કે.શર્માએ પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલ ઉપર રૂા.5000ના દંડનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલના વિરૂદ્ધ દમણ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટની કોર્ટમાં વર્ષ 2012થી ચાલી રહેલ એક ક્રિમિનલબદનક્ષીના કેસમાં પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટમાં વર્ષ 2018થી સ્‍ટે લીધો હતો. 11 માર્ચ, 2022ના રોજ ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટમાં આ પ્રકરણની સુનાવણી નિર્ધારિત હતી, પરંતુ તે દિવસે સત્‍ય ગોપાલનો વકિલ ચંદ્રપ્રકાશ કોર્ટમાં હાજર નહીં રહ્યો હતો. પરંતુ વિદ્વાન ન્‍યાયમૂર્તિએ તેમને એક છેલ્લી તક આપી હતી. પરંતુ ફરી આજે તેમના સહાયક વકિલે પ્રકરણની સુનાવણી દરમિયાન નવી તારીખની ઈચ્‍છા રાખી હતી. જેના ઉપર પ્રતિવાદી શ્રી સતિષ શર્માના ધારાશાષાીએ તેનો વિરોધ કર્યો હતો. ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન ન્‍યાયમૂર્તિએ પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલને રૂા.5000ના દંડનો આદેશ કર્યો હતો, કારણ કે આ પ્રકરણમાં સુનાવણી માટે હાજર રહેલા શ્રી સતિષ શર્મા પોતાનો વ્‍યસ્‍ત કાર્યક્રમ છોડીને જયપુરથી દમણ અદાલતમાં હાજર રહ્યા હતા. આ દંડની રકમ શ્રી સતિષ શર્માને ખર્ચના સ્‍વરૂપમાં આપવામાં આવશે અને આગળની સુનાવણી 22મી જૂનના રોજ નિર્ધારિત કરી છે.

Related posts

વર્ષોથી જાનલેવા અકસ્‍માત ઝોન બની ગયો છે ઓરવાડ ક્રોસિંગ

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે પ્રતિબંધિત પ્‍લાસ્‍ટિકની વસ્‍તુઓનું વેચાણ અને ઉપયોગ કરનારને ફટકારેલો દંડ

vartmanpravah

વલસાડ-ડાંગ નવનિર્વાચીત સાંસદ ધવલ પટેલનું ઉમરગામ તાલુકામાં કરવામાં આવેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

Leave a Comment