March 3, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

કાળા કલરની મહારાષ્‍ટ્ર પાસિંગની ગાડીમાં આવેલા આરોપીઓ મુખ્‍યત્‍વે બુટલેગર હોવાનું સૂત્રો દ્વારા ફલિતઃ દારૂના ગોરખધંધામાં ફાટીને ધૂમાડે ગયેલા આરોપીઓને બોધપાઠ મળે એવી કાર્યવાહી પોલીસ તંત્ર કરે એ જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.29
નાની દમણના રીંગણવાડા પાસે ઈન્‍ડો-જર્મન કંપનીમાં આવેલ મશીનને ટ્રકમાં ટ્રાન્‍સફર કરતા સમયે થયેલા ટ્રાફિકજામમાં ક્રેનના ડ્રાયવર અને તેના સહયોગીને મહારાષ્‍ટ્રની કાળા કલરની કારમાં આવેલ ઈસમોએ પથ્‍થર અને લોખંડના સળિયા તથા લાકડાથી માર મારતા ગંભીર ઈજા પહોંચાડવાની ઘટના પ્રકાશમાં આવી છે. દમણ પોલીસે અજ્ઞાત હૂમલાખોરો સામે આઈપીસીની 326 અને 34 કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નાની દમણના સોમનાથ જંક્‍શન દાભેલ ખાતે જી-સિનેમા બિલ્‍ડીંગના ફલેટ નંબર 105માં રહેતા ક્રેન ડ્રાયવર મનદીપકુમારપરસોત્તમલાલ અને તેમનો સહયોગી વિક્રમ સિંઘ દિનનાથ સિંઘ આજે સવારે 11:40 વાગ્‍યના સુમારે ઈન્‍ડો-જર્મન કંપનીમાં આવેલ મશીનને કંપનીમાંથી ટ્રકમાં મુકતા હતા ત્‍યારે રોડ ઉપર થોડો ટ્રાફિક જામ થયો હતો. તે દરમિયાન કાળા કલરની મહારાષ્‍ટ્ર પાસિંગ ગાડીમાં બેઠેલ એક વ્‍યક્‍તિએ વિક્રમ સિંઘને આવીને જણાવેલ કે કામ જલદી કરો, ત્‍યારે કહ્યું હતું કે, બે-પાંચ મિનિટમાં કામ પૂર્ણ થઈ જશે. ત્‍યારબાદ ઉપરોક્‍ત શખ્‍સે જણાવ્‍યું હતું કે, તમે મને ઓખળતા નથી અને તે શખ્‍સે વિક્રમ સિંઘને પથ્‍થર લઈને મારવા લાગ્‍યો હતો. ત્‍યારબાદ આરોપીએ કોઈને ફોન કરી બોલાવતા બીજા ત્‍યાં પાંચથી આઠ જેટલા ઈસમો આવી જતાં બંનેને લોખંડના સળિયા અને લાકડાથી માર માર્યો હતો અને લોકો જમા થતાં મહારાષ્‍ટ્ર પાસિંગની કાળા રંગની ગાડી લઈ તેઓ ભાગી છૂટયા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દમણમાં આજે દાદરા નગર હવેલી ખાતે યોજાઈ રહેલી લોકસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં ડ્રાય ડે હોવાથી આરોપીઓ પોતે મોટા બુટલેગર અથવા બુટલેગર સાથે ઘનિષ્‍ઠ નાતો ધરાવતા હોવાનું જાણવા મળે છે.
દમણ પોલીસે આ બાબતે ઘનિષ્‍ઠ તપાસ કરી દારૂના ગોરખધંધામાં ફાટીને ધૂમાડે ગયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરી બોધપાઠ આપવો જોઈએ એવી વ્‍યાપક માંગ ઉઠી રહીછે.

Related posts

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

37મી સબ જુનિયર હેન્‍ડબોલ (અન્‍ડર -19 ભાઈઓ) માટે દાનહના સેલવાસ ખાતે ખેલાડીઓની પસંદગી કરાશે

vartmanpravah

લોકસભાની પેટા ચૂંટણીના પરિણામના એક વર્ષ બાદ દાનહ સાંસદ કલાબેન ડેલકરથીમોહભંગ બની રહેલા લોકોઃ પ્રદેશની સમસ્‍યાને સ્‍થાનિક યોગ્‍ય પ્‍લેટફોર્મ ઉપર રજૂ કરવા રહેલા નિષ્‍ફળ

vartmanpravah

દમણ ન.પા. અને જિ.પં.ના અધ્‍યક્ષોએ દમણવાડા અને પરિયારી ગ્રા.પં. વિસ્‍તારમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓના લાભાર્થી સાથે કરેલી મુલાકાત

vartmanpravah

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત એમ. કોમ અંગ્રજી માધ્યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

દમણ જિલ્લા કલેક્‍ટર ગૌરવસિંહ રાજાવતની અધ્‍યક્ષતામાં આયોજીત બેઠકમાં દમણ જિલ્લાને કોરોના મુક્‍ત રાખવા કોવિડ-19 રસીકરણ અનેપ્રોટોકોલનું પાલન કરવા અનુરોધ

vartmanpravah

Leave a Comment