Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

મુંબઈ ઘાટકોપર રહેતા ૮૪ વર્ષિય ઉદ્યોગપતિ વાપી ખાતે માતાની સ્મૃતિમાં રૂ.૧પ કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ બનાવશે

નવલબેન ઝવેરી રોટરી કેન્‍સર કેર હોસ્‍પિટલનું ભૂમિપૂજન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.23
વાપી સહિતના વિસ્‍તારમાં એવરેજ કેન્‍સરના દર્દીઓ વધી રહ્યા છે. ઉપલક્ષમાં વાપીના ઉદ્યોગપતિ હરિયા રોટરી હોસ્‍પિટલમાં રૂા.1પ કરોડના ખર્ચે નવલબેન ઝવેરી માતૃશ્રીના સ્‍મરણાર્થે નવલબેન ઝવેરી રોટરી કેન્‍સર કેર હોસ્‍પિટલનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
વાપી જી.આઈ.ડી.સી.ના સ્‍થાપના કાળથી એસ્‍ટેટ સાથે સંકળાયેલા મુંબઈ ઘાટકોપર રહેતા સતિષભાઈ ભોગીલાલ ઝવેરી(ઉ.વ.83) એ વાપી વિસ્‍તારમાં કેન્‍સરના દર્દીઓને સ્‍થાનિક ઉપચાર મળી રહે તેવા શુભ આશય સાથે 1પ કરોડના ખર્ચે હરિયા રોટરી હોસ્‍પિટલમાં કેન્‍સર હોસ્‍પિટલ બનાવશે. તેમના માતૃશ્રી સ્‍વ.નવલબેન ભોગીલાલ ઝવેરીના સ્‍મરણાર્થે હોસ્‍પિટલ ટૂક સમયમાંસાકાર થવા જઈ રહી છે તેનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે.
સરળ અને સાદગી વ્‍યક્‍તિત્‍વ ધરાવતા શ્રી સતિષભાઈ ઝવેરીએ અગાઉ હરિયા હોસ્‍પિટલમાં ર કરોડનું દાન આપી ચૂક્‍યા છે. કેન્‍સર હોસ્‍પિટલના સંચાલન માટે શ્રી સતિષભાઈ ઝવેરીની ટીમ સાથે ચાર સભ્‍યો જોડાશે. અગામી સમયે કેન્‍સરના દર્દીઓને સુરત-મુંબઈ સુધી લાંબા થવું નહી પડે તેમજ 45 દિવસમાં ઉપચાર થઈ શકશે.

Related posts

પારડી પોલીસ સ્‍ટેશનના પી.એસ.આઈ. જે.એન.સોલંકીની અધ્‍યક્ષતામાં ગણેશ મંડળો સાથે બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

રાજ્‍યમાં ઉમરગામ મામલતદાર કચેરી ભ્રષ્ટાચારમાં અગ્રેસરની ચાલતી ચર્ચા

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

‘‘વિદ્યાર્થી ઉદ્યમીતા સાહસિકતા નીતિ” અંતર્ગત વલસાડ જિલ્લામાંથી ભીલાડ સરકારી વિજ્ઞાન કોલેજના બે વિદ્યાર્થીની પસંદગી

vartmanpravah

વલસાડ એસટી વિભાગ વેકેશન દરમિયાન વધારાની લોકલ અને એક્‍સપ્રેસ બસો દોડાવશે

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં હેલ્‍થ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

Leave a Comment