October 14, 2025
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશનું ગૌરવ-  જમ્‍મુ ખાતે યોજાયેલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપમાં દાનહની મહિલા શક્‍તિનો ડંકો

સેલવાસની મહિલા ખેલાડી અંજના દેસાઈએ 105 કિ.ગ્રા. વેટ લિફટ કરી મેળવેલો ગોલ્‍ડ મેડલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : જમ્‍મુ-કાશ્‍મીરના જમ્‍મુ ખાતે ઇન્‍ડીયન પાવર લિફિટંગ ફેડરેશન દ્વારા 48મા નેશનલ પાવર લિફિટંગ ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશના નવ રાજ્‍યના કુલ 215 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આચેમ્‍પિયનશીપમાં દાદરા નગર હવેલીની મહિલા ખેલાડી અંજના દેસાઈએ પણ ભાગ લીધો હતો. જેઓએ 40 વર્ષથી વધુની ઉંમરવાળી માસ્‍ટર કેટેગરીમાં વેટલિફટની ગેમ રમી હતી અને 105 કિલો ગ્રામની વેટલિફટ કરી નેશનલ ચેમ્‍પિયનશીપમાં ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
105 કિલો ગ્રામની વેટલિફટ કરનાર મહિલા ખેલાડી અંજના દેસાઈને જમ્‍મુ ભાજપના જનરલ સેક્રેટરી શ્રી અશોક કૌલના હસ્‍તે ગોલ્‍ડ મેડલ એનાયત કરવામાં આવ્‍યો હતો. સેલવાસના મહિલા ખેલાડી અંજના દેસાઈએ ગુજરાત સ્‍પોર્ટ્‌સ પાવર લિફિટંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી શ્રી ફૈઝાન પટેલના માર્ગદર્શનમાં આ નેશનલ ચેમ્‍પિયનશીપ માટે આકરી મહેનત કરીને ભાગ લીધો હતો અને તેમણે ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

Related posts

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ કોચવાડા ગામમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી

vartmanpravah

દમણ-દીવ સ્‍ટેટ કો.ઓ. બેંકે પોતાના જૂના બાકીદારો પાસેનું દેવું વસૂલવા ઘરે બેન્‍ડવાજાની ટીમ મોકલવા શરૂ કરેલો નવો કિમીયો

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

દીવ વણાંકબારાની છોકરીને ડોળાસાનો મુસ્‍લિમ છોકરો ભગાડી જતા વણાંકબાર સંયુક્‍ત કોળી સમાજ દ્વારા દીવ એસ.પી.ને આવેદનપત્ર અપાયું

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

Leave a Comment