June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલમાં અજાણ્‍યા યુવાનનું સારવાર દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ સોનુ નામનો અજાણ્‍યો વ્‍યક્‍તિ જે વાપી કરવડ ગામે રહેતા પવન કુમાર નામના કોન્‍ટ્રાકટર વાપી ચણોદથી રોકડા ઉપર વેલુગામ ગામેનેક્ષટ પોલીમર કંપનીમા કલર કામ માટે 16મે ના રોજ લઇ આવેલ જેઓને કંપનીના ગેટ પર ચેક કરતા તેઓ પાસે આઈડી પુ્રફ નહી હોવાથી કંપનીમાં પ્રવેશ આપેલ નહિ જેથી એને આઈડી પ્રુફ લઈ આવવા માટે પરત મોકલેલ પણ તે પરત વાપી ગયેલ નહીં અને વેલુગામ ગામે જ દારૂ પીને ગમે ત્‍યા રખડતો હતો.
જે 18મેના રોજ દારૂ પીને બેહોશ હાલતમાં વેલુગામ બરફપાડામા એક ખાડામા પડેલ હતો જેથી નજીકમાં રહેતા લોકોએ 108એમ્‍બ્‍યુલન્‍સ બોલાવી ખાનવેલ સબજિલ્લા હોસ્‍પિટલમા સારવાર માટે મોકલાવેલ જ્‍યા સોનુની તબિયત વધુ બગડતા વિનોબાભાવે સિવિલ હોસ્‍પિટલમાં રીફર કરવામા આવેલ હતો. જ્‍યાં 19મેના રોજ સારવાર દરમ્‍યાન મોત થયેલ છે જેની લાશને કોલ્‍ડ સ્‍ટોરેજમા રાખવામા આવેલ છે.
આ અજાણ્‍યો વ્‍યક્‍તિ જેની ઉંચાઈ 5 ફુટ પાંચ ઇંચ છે જેણે પીળા કલરનુ શર્ટ અને ગ્રે કલરની પેન્‍ટ પહેરેલ જેનો કલર શ્‍યામ વર્ણનો છે. જેના જમણા હાથમાં સોનુ નામનુ ટેટુ પાડેલ છે. આ અજાણ્‍યા વ્‍યક્‍તિની કોઈને કોઈપણ જાણકારી મળે એ સેલવાસ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની યોજાયેલ ખાસ સામાન્‍ય સભામાં વર્ષ 2023-24નું રૂા.4.52 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજુર

vartmanpravah

હવેથી સંઘપ્રદેશમાં પ્રાથમિક અને ઉચ્‍ચપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પોતાના વર્ગખંડમાં અભ્‍યાસ કરી શકશે

vartmanpravah

વાપી ચલા રોડ ઉપર વડાપ્રધાન મોદીનો લોકોની ઉત્તેજના વચ્‍ચે મેગા રોડ શૉ યોજાયો

vartmanpravah

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

વલસાડમાં મેજીસ્‍ટ્રેટ દ્વારા બહાર પડાયેલ જાહેરનામામાં ગણેશજીની મૂર્તિની 9 ફૂટ ઊંચાઈ અંગે ગણેશ મંડળોનો વિરોધ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

Leave a Comment