Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરાની શ્રીમતી એમ.જી. લુણાવત શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.04 : દાદરા નગર હવેલીના દાદરા ગામની શ્રીમતી એમ.જી.લુણાવત શાળામાં નાગરિક કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલ્‍ફેર સેલવાસના સંયુક્‍ત ઉપક્રમે કુપોષણ નિવારણ કરવા માટે અને સંતુલિત ભોજન લેવા માટે આકાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીત પ્રસ્‍તુત કર્યું હતું. ત્‍યારબાદ ઇન્‍ડિયન કાઉન્‍સિલ કોચ ચાઈલ્‍ડ વેલ્‍ફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે કુપોષણ નિવારણ કરવા માટે જરૂરી પોષક તત્‍વ જેવા કે પ્રોટીન, કેલેરી, વિટામીન એ, લોહતત્‍વ, આયોડીન જેવા મિનરલ્‍સ, વિટામિન પોષક તત્‍વ અંગે વિસ્‍તૃત જાણકારી આપી હતી અને યોગ્‍ય આહાર સંતુલિત ભોજન અને સસ્‍તા અને સરળ આહાર અંગે જાણકારી આપીહતી. બાદમાં શાળાના બાળકો માટે સંતુલિત આહાર અંગે સ્‍પર્ધા રાખવામાં આવી હતી. જેમાં સિનિયર મેનેજર શ્રી પુરસોત્તમ શાહુ, પ્રોડક્‍શન ઈજનેર શ્રી હિમાંશુ પટેલ , જીઆર શ્રી નિમેશ, કલાવતી મેનેજર શ્રી કન્‍હૈયાલાલ પરમાર, જનરલ મેનેજર શ્રી બામ્‍બે રજનીશ ઠાકુર તથા કોમર્શિયલ મેનેજર દ્વારા વિજેતા બાળકોને પુરસ્‍કાર આપવામાં આવ્‍યા હતા અને શાળાના દરેક બાળકને પૌષ્ટિક ફુડ પેકેટ આપવામાં આવ્‍યા હતા.
શ્રીમતી કલ્‍પના ભટ્ટે દરેક આમંત્રિતોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ અવસરે શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ ‘બેટી બચાવો-બેટી પઢાઓ’ સૂત્રને સાર્થક કરતી દ્રષ્‍ટિ પટેલ

vartmanpravah

વાયબ્રન્‍ટ ગુજરાત સમિટ: તા. 27મી સપ્‍ટેમ્‍બરના રોજ બે દાયકા સફળતાપૂર્વક પૂર્ણ

vartmanpravah

દમણની આંટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ ઉર્વશીબેન પટેલે બજાવેલો રાજધર્મઃ અન્‍ય સરપંચો માટે પણ પ્રેરણારૂપ

vartmanpravah

વાપીમાં જાહેરનામાનો ભંગ કરનારા રીક્ષાચાલકો દંડાયા

vartmanpravah

ચીખલી તાલુકાના વાંઝણા ગામે રાત્રિ દરમિયાન દીપડો ફરતો હોવાના દ્રશ્‍યો સીસીટીવી કેમેરામાં કેદ

vartmanpravah

વૈશાલી મર્ડર કેસની મુખ્‍ય આરોપી બબીતા શર્માને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા

vartmanpravah

Leave a Comment