Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડ

પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્‍યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.24
પારડી તાલુકાના રેંટલાવ નીલકંઠ એપાર્ટમેન્‍ટ રૂમ નંબર 9 મા રહેતા હેનલબેન પંકજભાઈ રૂઢ વાલા પોતાના ગામ કોલક ખાતે ગયા હતા. આ દરમિયાન તારીખ 28-4-2022 ના રોજ બપોરે 2થી 3 ના સમય દરમિયાન મુખ્‍ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશી હોલમાં મુકેલ કબાટમાંથી સોનાની 4 વીટી તથા પેન્‍શનના 40 હજાર રોકડા, ટીવીશોકેસમાં રાખેલ ભાણેજ તથા નણંદના 6500 રોકડા અને બેડરૂમના કબાટમાંથી બે જોડી એરિંગ એક નંગ સોનાનો સિક્કો અને એક લાખ રૂપિયા રોકડા આમ ફુલ ઘરેણા અને રોકડ મળી 1,96,500 ની ભર બપોરે ચોરી કરી બે અજાણ્‍યા ઈસમો ભાગી ગયા હતા. આ સમગ્ર ચોરીનો બનાવ સામે આવેલ સ્‍ટેટ બેન્‍ક ઓફ ઈન્‍ડિયાના સીસી કેમેરામાં કેદ થઈ ગયો હતો જેમાં બે અજાણ્‍યા ઈસમો આવી ઘરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશતા અને બહાર નીકળતાં કેમેરામાં કેદ થઈ ગયા હતા. સીસીટીવી કેમેરાના હિસાબે પોલીસ વધુ તપાસ હાથ ધરી અજાણ્‍યા ચોરોને ઝભ્‍ભે કરવા કમર કસી છે.

Related posts

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

વીએચપી કાર્યકરોએ વલસાડ જિલ્લા કલેક્‍ટરની શુભેચ્‍છા મુલાકાત લીધી

vartmanpravah

વાપી યુપીએલ લિમિટેડ કંપની ખાતે યુપીએલ અને રોટરી કલબ ઓફ વાપીના સંયુક્‍ત ઉપક્રમે રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

ડુંગરી સરપંચ રાજેન્‍દ્ર પટેલ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્‍ત

vartmanpravah

ચૂંટણીની જાહેરાત બાદ વલસાડ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આદર્શ આચાર સંહિતાનો અમલ

vartmanpravah

Leave a Comment