Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

પારડીના ટુકવાડામાં ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ

  • વિશ્વમાં કોલસાની કટોકટીના કારણે વીજળી અછત વર્તાઈ પણ આપણને નિરંતર વીજળી મળતી રહી: મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

  • નવા સબ સ્ટેશનથી આસપાસના ૫ કિમી સુધીના ૩૭૯૦ ગ્રાહકોને હવે ગુણવત્તાસભર વીજ પુરવઠો મળતો થશે: સાંસદશ્રી કે.સી.પટેલ

 વલસાડ તા. ૨૭
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી.(જેટકો)ના ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ ૨૭ મે ના રોજ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અગાઉ નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે લોકો કેહતા કે, રાત્રે ૨ કલાક જમતી વેળા વીજળી મળે તેવી વ્યવસ્થા કરજો પણ નરેન્દ્રભાઈએ ૨૪ કલાક વીજળી ઉપલબ્ધ કરાવી. રશિયા- યુક્રેનના યુદ્ધના કારણે કોલસાની અછત વર્તાતા સમગ્ર વિશ્વમાં વીજ કટોકટી થઈ પણ આપણને એક પણ વાર લોડ સેટિંગ કરવાની ફરજ પડી ન હતી, આપણે નિરંતર વીજળી મેળવી રહ્યા છે કારણ કે, આપણે સૌર ઊર્જા અને પવન ઉર્જાથી પણ વીજળી ઉત્પન્ન કરી રહ્યા છીએ. આગામી દિવસોમાં સોલાર પાર્ક બનશે તો વીજળીની જરાય સમસ્યા રહેશે નહીં. સાતત્યપૂર્ણ વીજળી મળી રહે તે માટે ખેડૂતો અને લોકોને મળીને વીજળીને લગતી નાનામાં નાની સમસ્યા ઉકેલી રહ્યા છીએ. જેમકે પહેલા ડીમ લાઇટની ફરિયાદ રહેતી હતી તે હવે નહિવત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તા. ૧૦મી જૂને નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામમાં આવી રહ્યા છે ત્યારે સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા મંત્રીશ્રીએ આહવાન કર્યું હતું.
સાંસદશ્રી ડો. કે.સી.પટેલે જણાવ્યું કે, ભૂતકાળમાં અંતરિયાળ વિસ્તારોમાં લોકોની ફરિયાદ રહેતી કે, નેટવર્ક આવતું નથી તો તેના નિવારણ માટે આ સરકારે ઉમરગામથી અંબાજી સુધી કરોડોના ખર્ચે મોબાઈલ ટાવર ઉભા કર્યા છે. ખેડૂતોને પાણીની તકલીફ પડતી હતી તે માટે ટુકવાડામાં ૬૬ કેવી સબ સ્ટેશનનું લોકાર્પણ થતા હવે ટુકવાડા, તીઘરા સહિતના આસપાસના ૫ કિમીના એરિયામાં ૩૭૯૦ લાભાર્થીઓને સતત ગુણવત્તાસભર વીજળી પુરી પાડી શકાશે. નવા વીજ જોડાણ પણ આપી શકાશે. આગામી દિવસોમાં ત્રીજુ સબ સ્ટેશન સુખલાવમાં ઉભુ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.
જેટકો વડી કચેરી વડોદરાના મુખ્ય ઈજનેરશ્રી કે.આર. સોલંકીએ જણાવ્યું કે, ટુકવાડામાં રૂપિયા ૫૭૦ લાખના ખર્ચે સરકાર દ્વારા મૂડી રોકાણના વળતરને ધ્યાનમાં લીધા સિવાય માત્ર આ વિસ્તારમાં રહેતી જનતાના વિકસાર્થે ૬૬ કેવી સબ સ્ટેશન ઉભું કરાયું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ મિત્તલબેન પટેલ, તાલુકા પંચાયત સભ્ય દક્ષેશભાઈ પટેલ, ટુકવાડા ગામના સરપંચ તેજલબેન પટેલ, જેટકો નવસારીના અધિક્ષક ઈજનેર અભયભાઈ દેસાઈ, કાર્યપાલક ઈજનેર પી.એન.પટેલ અને ડીજીવીસીએલ વાપી ગ્રામ્યના કાર્યપાલક ઈજનેર ચેતનાબેન શેઠ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન જેટકોના મુખ્ય ઈજનેર શ્રી કે.આર.સોલંકીએ કર્યું હતું. આભારવિધિ જેટકો ભરૂચના મુખ્ય ઈજનેર પી.પી.મુનશીએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જેટકો વાવના દીપકભાઈ સી.પટેલે કર્યું હતું.

Related posts

વલસાડ તડકેશ્વર પાર્ટી પ્‍લોટના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : મંડપ ડેકોરેશનનો સામાન ખાખ

vartmanpravah

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સૌથી યુવા મતદારો: 39 વર્ષથી નીચેના 133381 મતદારો વિશ્વની સૌથી મોટી લોકશાહીના પ્રહરી બનશે

vartmanpravah

વાપીની શ્રી એલ.જી. હરીઆ સ્‍કુલની વધુ એક સિધ્‍ધિ

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

પુર બાદ પાણીનો નિકાલ ન થતા વલસાડના મોગરાવાડી ગરનાળાની સફાઈ હાથ ધરાઈ

vartmanpravah

Leave a Comment