August 31, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22
વાપી નજીકના કરવડ ગામે શ્રી કૌશિક કાંતિલાલ હરિયા માધ્‍યમિક શાળામાં વાપીના હરીશ આર્ટ, સુભાષ પટેલ, નવીન પટેલ, ગોવિંદ પટેલ, મીરા પટેલ અને સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. 13 માં મૈત્રી પરિચય મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓએ રજીસ્‍ટ્રેશન કરાવ્‍યું હતું.
હરીશભાઈ પટેલે જણાવ્‍યું કે, આપની જિંદગી ભણવામાં જતી હોય છે. સરકારી કે ખાનગી નોકરી મેળવવા સમય નીકળી જાય છે. સમયસર થોડીક બાંધછોડ કરી પસંગી કરવી જોઈએ. હવે જીવન ઓશુ થઈ ગયું છે. સમાજમાં આગેવાનો આગળ આવી સમાજ માટે સામાજિક જવાબદારી સંભાળી સેવાકિય પ્રવૃત્તિઓ કરવી જોઈએ. અન્‍ય આગેવાનો દ્વારા પણ ઉપસ્‍થિત યુવક યુવતી અને વાલીઓને વિશેષ મહત્ત્વનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે 75 જેટલા યુવક-યુવતીઓ દ્વારા જીવનસાથીની પ્રાથમિક પસંદગી સ્‍ટેજ પર આવી માહિતી આપી હતી. આદિવાસી ઢોડિયા જ્ઞાતિના લગ્ન લાયક યુવક અને યુવતીઓ, વિધવા – વિધુર, ત્‍યકતા કે છૂટાછેડા વાળા સમાજનાજીવનસાથીની શોધ કરતા ઉમેદવારો એક જ મંચ ઉપર પસંદગી મેળવી શકે તે મુખ્‍ય આશય હતો. જીવનસાથી મેળામાં 75 જેટલા યુવક-યુવતીઓને શુભેચ્‍છાઓ આપી હતી. આ પરિચય મેળાનો હેતુ સમાજના યુવા વર્ગ ઉપરાંત 50 કે 60 વર્ષ પહોંચેલા વયસ્‍કોને કે જેઓએ તેમના જીવનસાથી ગુમાવેલ છે અને એકલવાયું જીવન જીવે છે. તેવા ઉમેદવારોને પણ જીવનસાથીની શોધમાં મદદરૂપ થવાનો શુભ આશય રહેલો છે.
મૈત્રી પસંદગી મેળાને સફળ બનાવવા માટે ઉપસ્‍થિત મીરાબેન પટેલ અને આગેવાનો દ્વારા સહયોગ આપવામાં આવ્‍યો હતો. સુભાષભાઈ પટેલ, દિપકભાઈ પટેલ, નવીનચંદ્ર પટેલ, ગોવિંદભાઈ પટેલ, રતિલાલ પટેલ, ગણેશભાઈ પટેલ, ગુલાબભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો મહેનત કરી સારી સફળતા મળી છે.

Related posts

સેલવાસ ન.પા. સભ્યઍ શહેરની વિવિધ સમસ્યા અંગે કલેક્ટરને કરેલી રજૂઆત

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગે નાની દમણ જેટી ખાતે એક ગોડાઉનમાં ગેરકાયદે સંગ્રહેલ દારૂ જપ્ત કર્યો

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી હાઈવે ઓવરબ્રીજ ઉપર બંધ પડેલ ટ્રકને અન્‍ય ટ્રક ભટકાતા ગંભીર અકસ્‍માત

vartmanpravah

આજરોજ શ્રી કનુભાઈ દેસાઈને….

vartmanpravah

77મા સમાગમની સેવાઓનું વિધિવત ઉદ્ધાટન

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

Leave a Comment