(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.10
દાદરા નગર હવેલી મહેસુલ વિભાગના અધિકારીને મળેલ બાતમીના આધારે સામરવરણીના ઓઝરપાડા ગામમા દમણગંગા નદીમાં રેતી કાઢવાની કામગીરી ચાલી રહી હતી. ત્યાં તપાસ કરતા મહેસુલ વિભાગની ટીમે સ્થળ પરથી એક હોડી સહિત ઇલેક્ટ્રીક પમ્પ,20 ફુટ પાઇપ અને ડ્રમ પકડવામા આવ્યા હતા.
આ બધી વસ્તુનો કબ્જો લઇ મસાટ પોલીસ સ્ટેશનમાં આગળની કાયદેસરની કાર્યવાહી માટે જમા કરવામા આવ્યા છે.