કુપોષિત બાળકોની સ્થિતિમાં સુધાર થાય એ માટે સતર્કતા રાખવા અને પૌષ્ટિક આહારની કિટ ખરીદવાની વ્યવસ્થા કરવા નિયુક્ત નોડલ અધિકારીઓ, આરોગ્યકર્મીઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને આપેલા જરૂરી નિર્દેશો
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
સેલવાસ, તા.28: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ માર્ગદર્શન અને નેતૃત્વમાં ‘આયુષ્યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં અને પંચાયતી રાજ સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દાનહ જિલ્લા કલેક્ટર શ્રી પ્રિયાંક કિશોર, ખાનવેલના નિવાસી નાયબ કલેક્ટર અને ગ્રામ પંચાયતના સરપંચો, ચૂંટાયેલા વોર્ડ સભ્યો તથા જિલ્લા પંચાયતના સભ્યોએ ખાનવેલ સબ ડીવીઝનના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયતની આંગણવાડીઓ ખાતે કુપોષિત બાળકોની યાદીની સમીક્ષા કરી હતી અને ‘આયુષ્યમાન ભવઃ’ અંતર્ગત નિમણૂક કરવામાં આવેલ નોડલ અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને દૂધની, ખાનવેલ અને ખેરડી પંચાયતને જરૂરી દિશા-નિર્દેશ આપવામાં આવ્યા હતા અને કુપોષિત બાળકોની માતાઓને આવશ્યક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જેમાં પાછલા બેથી ત્રણ મહિનામાં કુપોષિત બાળકોની સ્થિતિમાં સુધાર થાય એવી વ્યવસ્થા અને સતર્કતા રાખવા પણ જણાવવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં કુપોષિત બાળકોના પોષણ માટે પૌષ્ટિક આહારની કિટ ખરીદવાની વ્યવસ્થા કરવા માટે પણ જરૂરી નિર્દેશો આપવામાં આવ્યા હતો. આ અવસરે વિભાગના અધિકારીઓએ આંગણવાડી અને ઘરે ઘરે જઈ કુપોષિત બાળકો અનેએમની માતાઓને કેળા અને ચોકલેટનું વિતરણ કર્યું હતું.
અત્રે યાદ રહે કે, દાદરા નગર હવેલી જિલ્લામાં કુપોષણની સમસ્યા વહેલામાં હવેલી તકે નાબૂદ થાય એ દિશામાં પ્રશાસન સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.
સંઘપ્રદશેના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં કુપોષણ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલ અભિયાન માટે દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રામ પંચાયત વિસ્તારના કુપોષિત બાળકોની માતાઓએ પ્રશાસકશ્રીનો દિલથી આભાર માન્યો હતો.