July 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

મોટી દમણના ભામટી ખાતે સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં કરાયેલી બેઠક

સ્‍ટેટ ડેઝિગ્નેટેડએજન્‍સીના કન્‍સલટન્‍ટ ચંદ્રેશભાઈ પટેલે વિદ્યુતના વપરાશમાં કરકસરની સમજાવેલી યુક્‍તિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.31
ભામટી પ્રગતિ મંડળના કોમ્‍યુનિટિ હોલ ખાતે આજે સ્‍ટેટ ડેઝીગ્નેટેડ એજન્‍સી દ્વારા ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં એક જનજાગૃતિ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે સ્‍ટેટ ડેઝીગ્નેટેડ એજન્‍સીના કન્‍સલટન્‍ટ શ્રી ચંદ્રેશભાઈ પટેલે પોતાની આગવી શૈલીમાં પાણી, બળતણ તથા વિદ્યુતના વપરાશમાં કરાનારી કરકસરના સંદર્ભમાં વિસ્‍તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, ઘરમાં પાણીનો દુરૂપયોગ નહીં થાય તેની તકેદારી રાખવી જોઈએ અને વરસાદના પાણીના સંગ્રહ માટે રેઈન હાર્વેસ્‍ટિંગ ઉપર પણ પ્રકાશ પાડયો હતો.
શ્રી ચંદ્રેશભાઈ પટેલે ઊર્જાના વિવિધસ્ત્રોતોની માહિતી આપી વિદ્યુતના વપરાશમાં બચત કરવાની યુક્‍તિ પણ સમજાવી હતી. તેમણે જણાવ્‍યું હતું કે, નાની સરખી ટેવથી ઘણાં યુનિટોની બચત થઈ શકે છે. તેમણે ટી.વી.ની સ્‍વીચ જ્‍યારે વપરાશ નહીં હોય ત્‍યારે બંધ રાખવા, રૂમમાંથી બહાર જતાં સમયે પંખો બંધ કરવો, એ.સી.નું ટેમ્‍પરેચર 24 ફેરનહીટ ઉપર સેટ કરવા જેવી અનેક તરકિબો બતાવી હતી.
શ્રી ચંદ્રેશભાઈ પટેલે દમણવાડા ગ્રામ પંચાયતના વિવિધ ફળિયા અને વોર્ડમાં પણ ઊર્જા સંરક્ષણના સંદર્ભમાં બેઠકો કરવાપોતાની તત્‍પરતા દર્શાવી હતી. આ પ્રસંગે વિદ્યુત વિભાગના સહાયક એન્‍જિનિયર શ્રી અનિલભાઈ દમણિયાએ ઊર્જાનો બચાવ શા માટે જરૂરી છે તે અંગે વિસ્‍તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ આભાર વિધિ અને ભામટી પ્રગતિ મંડળના મહામંત્રી શ્રી જેસલ પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સ્‍ટેટ ડેઝિગ્નેટેડ એજન્‍સીના શ્રી ભરતભાઈ બામણિયા, શ્રી તુષારભાઈ પટેલ, શ્રી બ્રિજેશ સહિત ગ્રામવાસીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શનમાં એડ્‍સની જાગૃતિ માટે દાનહ અને દમણ-દીવમાં ‘રેડ રન મેરેથોન’ યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા સ્‍તરીય અંડર-14 ખો-ખો(ગર્લ્‍સ)ની સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બનેલી ઝરીની અપર પ્રાઈમરી સ્‍કૂલ

vartmanpravah

ધરમપુર ઍચ.પી. ગેસ ઍજન્સીમાં ગેસ સિલેન્ડર નહી મળતા હોવાની રાવઃ ઉચ્ચસ્તરે લેખિત ફરિયાદ કરાઈ

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

વલસાડમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે હલ્લાબોલ કાર્યક્રમ યોજાયોઃ કલેક્‍ટરને આવેદન અપાયું

vartmanpravah

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

Leave a Comment