October 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદેશનવસારીવલસાડસેલવાસ

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.01
કેન્‍દ્રમાં નરેન્‍દ્ર મોદીની સરકારના સફળતાપૂર્વક 8 વર્ષ પૂર્ણ થવા પર ભારતીય જનતા પાર્ટી 31 મે થી 14 જૂન સુધી દેશભરમાં દરરોજ વિવિધ કાર્યક્રમોના આયોજનો કરી રહી છે. આજે ભારતીય જનતા પાર્ટીના દાદરા નગર હવેલી અને દમણ દિવ પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દિપેશ ટંડેલ અને પ્રદેશ ભાજપ પ્રભારી અને રાષ્‍ટ્રીય મંત્રી શ્રીમતી વિજયા રાહટકરના માર્ગદર્શન હેઠળ કિસાન મોરચા દ્વારા વૃક્ષ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. દમણ જિલ્લામાં આજે વરકુંડ મંડળ અને મગરવાડા મંડળ તથા અન્‍ય વિસ્‍તારોમાં 300થી વધુ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં મુખ્‍યત્‍વે આંબા, બેરી, સીતાફળ, લીંબુના વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં રાજ્‍ય કિસાન મોરચાના ઉપપ્રમુખ શ્રી ધનસુખભાઈ પટેલ, દમણ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ, રાજ્‍યમોરચા મંત્રી શ્રી જીગર પટેલ, જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી જયેશભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ દમણિયા, શ્રી રાજેશ કાંબલી, શ્રી અમિત ભંડેરી, ભાજપના કાર્યકરો શ્રી મહેન્‍દ્ર પટેલ, વરકુંડ જિલ્લા પંચાયતના સભ્‍યે સુનીતા બેન હળપતિ તથા જિલ્લા મોરચાના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી-ઉદવાડા સ્‍ટેશન વચ્‍ચે તા.17-18-19 અને 25 ઓક્‍ટોબરે બ્‍લોક : અમુક ટ્રેન પ્રભાવિત થશે

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં વિશ્વ બાયોડાઈવર્સિટી દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

પારડીના પરિયામાં સાંસદ ડો.કે.સી.પટેલના અધ્યક્ષસ્થાને પ્રવેશોત્સવ ઉજવાયો

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

Leave a Comment