April 27, 2024
Vartman Pravah
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં વિજયની હેટ્રિક લગાવી વાત્‍સલ્‍ય વિદ્યાલયે બતાવેલી પોતાની સર્વોપરિતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : દમણની વાત્‍સલ્‍ય વિદ્યાલયેસંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત વિવિધ સ્‍પર્ધાઓમાં ભાગ લઈ વિજયની હેટ્રિક લગાવતા શાળા પરિવાર અને વાલી વર્ગમાં આનંદ અને ઉત્‍સાહની લાગણી છવાઈ જવા પામી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ મુજબ સંઘપ્રદેશમાં નેશનલ વોટર્સ ડેના ઉપલક્ષમાં આયોજીત ઈન્‍ટર સ્‍કૂલ રંગોળી અને ડ્રોઈંગ સ્‍પર્ધામાં વાત્‍સલ્‍ય વિદ્યાલયથી વિદ્યાર્થીનીઓ મેહા પ્રજાપતિ અને અનુશ્રી એપેકરે(ધોરણ 11) રંગોળી સ્‍પર્ધામાં પ્રથમ પારિતોષિક મેળવ્‍યું હતું. જ્‍યારે નીધિ સોનાવણેએ ચિત્રકળા સ્‍પર્ધામાં દ્વિતીય તથા પૂજા ગીરીએ ત્રીજું સ્‍થાન મેળવી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે.
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા આયોજીત 74મા પ્રજાસત્તાક દિવસ અને ચોથા મર્જર દિવસના સમારંભમાં વાત્‍સલ્‍ય વિદ્યાલયના વિદ્યાર્થીઓએ બેસ્‍ટ પ્‍લાટૂનનું પ્રથમ પારિતોષિક મેળવી ડંકો વગાડયો હતો તેમજ ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ ડે નિમિત્તે ઈન્‍ડિયન કોસ્‍ટગાર્ડ એર સ્‍ટેશન દ્વારા આયોજીત ઈન્‍ટર સ્‍કૂલ ક્‍વીઝ સ્‍પર્ધામાં ભાગ લઈ હિમાંશી ગોહિલ અને પ્રિયાંશુ વામને પ્રથમ પારિતોષિક મેળવી શાળા પરિવારના ગૌરવને ચારચાંદ લગાવ્‍યા હતા.
આ પ્રસંગે વાત્‍સલ્‍ય વિદ્યાલયના મેનેજર શ્રી અપૂર્વ પાઠક, ડાયરેક્‍ટર શ્રીમતી નિમિષા પાઠક અને સમગ્ર વાત્‍સલ્‍ય પરિવારે વિદ્યાર્થીઓને ખુબ ખુબ અભિનંદનો પાઠવ્‍યા હતા.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 દમણ-દીવમાં 1991ની લોકસભા ચૂંટણીથી નંખાયેલો ભાજપનો પાયો

vartmanpravah

આજેદમણવાડા ગ્રામ પંચાયત ‘આત્‍મ સન્‍માન દિવસ’ ઉજવશે

vartmanpravah

..નહી તો અકસ્‍માતનો સેતુ બનશે… મોટી દમણના રામસેતુ બીચ રોડ ઉપર વાહનો માટે સ્‍પીડ મર્યાદા નક્કી કરવી જરૂરી

vartmanpravah

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

‘Change Before Climate Change’ના સંદેશ સાથે પુરા ભારતની સાયકલ ઉપર પરિક્રમા કરવા નિકળેલા જયંત મહાજનનું દમણ ખાતે આગમન

vartmanpravah

Leave a Comment