રેલવે ઓવરબ્રિજની ગડર નાંખવાની કામગીરી આધિન બ્લોક જાહેર કરાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16: ઉદવાડા-વાપી રેલવે સ્ટેશનની વચ્ચે ચાર વિવિધ દિવસો દરમિયાન બ્લોક રહેશે તેથી રેલવેની કેટલીક ટ્રેન પ્રભાવિત થશે તેવું પヘમિ રેલવે દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેક દ્વારા જાહેર કરાયેલ પ્રેસનોટ મુજબ તા.17-18-19 અને 25 ઓક્ટોબર એમ ચાર દિવસ માટે વાપી-ઉદવાડા રેલવે સ્ટેશન વચ્ચે બ્લોક રહેશે. રેલવે ઓવરબ્રિજની સ્ટીંગ ગડર નાખવાની કામગીરીને લઈ બ્લોક કરવામાં આવનાર છે. જેથી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. જેમાં તા.17 ઓક્ટોબર અને 19 ઓક્ટોબર રેગ્યુલેટ થનારી ટ્રેન સંખ્યા 20907 દાદર-ભૂજ સયાજી નગરી એક્સપ્રેસ 55 મિનિટ લેટ પ્રસ્થાપિત થશે. ટ્રેન નં.20908 ભૂજ-દાદર સયાજીનગરી 45 મિનિટ રેગ્યુલેટ થશે. ટ્રેન નં.12926 અમૃતસર મુંબઈ પશ્ચિમ એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે. તા.19 ઓક્ટોબર ટ્રેન નં.02134 જબલપુર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ 1 કલાક રેગ્યુલેટ થશે. ટ્રેન સંખ્યા 12996 અજમેર-બાંદ્રા ટર્મિનસ સુપર ફાસ્ટ 30 મિનિટ તથા ટ્રેન નં.14806 બાડમેર યશવંતપુર એક્સપ્રેસ 25 મિનિટરેગ્યુલેટ થનાર છે.