October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ થનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડનું વિવિધ એવોર્ડથી સન્‍માન કરાયું

  • જે પોતાના સ્‍વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કાર્ય કરે તે રિયલ હીરોઃ શો-મેન સુભાષ ઘાઈ
  • જિલ્લાના લોકોને ઉપયોગી થઈ શકે તે માટે રોટરી ફિઝીયોથેરાપી સેન્‍ટરની પણ શરૂઆત થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.01
સમાજના સામાન્‍ય વર્ગના લોકોને મદદરૂપ બનવાના આશયથી અવિરત પણે કાર્ય કરનાર રોટરી ક્‍લબ ઓફ વલસાડના વર્ષની પૂર્ણાહૂતિ પ્રસંગે સુરતમાં મળેલી ડિસ્‍ટ્રિક્‍ટ કોન્‍ફરન્‍સમાં વિવિધ એવોર્ડ એનાયત કરાયા છે. જેમાં વલસાડના પ્રેસિડેન્‍ટ રો. દીપેશ શાહનું બેસ્‍ટ પ્રેસિડન્‍ટ તરીકે સન્‍માન કરવામાં આવ્‍યું છે. વર્ષ દરમિયાન એમના દ્વારા કરવામાં આવેલા કાર્યો જેવા કે, બ્‍લડ ડોનેશન કેમ્‍પ, ટ્રી પ્‍લાન્‍ટેશન, 10,000 નોટબુકનું સરકારી શાળામાંવિતરણ, ટીચર ટેલેન્‍ટ શો, મેડિકલ કેમ્‍પ, પોલિયો બુથ, પ્રિન્‍સિપાલ મીટ, રો. સી. બી. દેસાઈની યાદમાં વિવિધ સ્‍પોર્ટ્‍સ હરીફાઈ જેમાં ચેસ, હોકી, ફૂટબોલ, ટેબલ ટેનિસ, નેશન બિલ્‍ડર એવોર્ડ, બેડમિન્‍ટન, ક્રિકેટનું આયોજન અંગેની વિશેષ નોંધ લેવાઈ હતી. આ વર્ષે સામાન્‍ય માણસો માટે પ્રથમ સામાજિક કાર્યના પ્રોજેક્‍ટ તરીકે રોટરી ફિઝીયોથેરાપી સેન્‍ટરની શરૂઆત અને રોટરી એજ્‍યુકેશન ફેર કે જે દ્વારા વલસાડ જિલ્લાના લોકોને ઉપયોગી થઇ શકે એવા વિવિધ કાર્યોની નોંધ લઈ ડીસ્‍ટ્રીક્‍ટ ગવર્નર સંતોષ પ્રધાન અને વિવિધ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે ઉપસ્‍થિત બોલીવુડના ડાયરેક્‍ટર અને શો-મેન તરીકે જાણીતા સુભાષ ઘાઈએ રિયલ હીરો અને રિલ હીરોને સમજાવતા કહ્યું કે, જે પોતાના સ્‍વાર્થથી ઉપર ઉઠીને સમાજ માટે કાર્ય કરે તે રિયલ હીરો અને દરેક રોટરીયન આ કાર્ય કરે છે તે માટે સૌ કોઈને અભિનંદન પાઠવ્‍યા હતા. આ ઉપરાંત બેસ્‍ટ પબ્‍લિક ઈમેજ, બેસ્‍ટ પરફોર્મન્‍સ ક્‍લબ, એવા એવોર્ડ આપવામાં આવ્‍યા હતા.
સમગ્ર વર્ષ દરમ્‍યાન રોટરી વલસાડની ટીમ દ્વારા નવીનતમ અભિગમ સાથે વિવિધ કાર્યો કરવામાં આવ્‍યા હતા. જેમાં ઉપપ્રમુખ રો. હિતેશ પટેલ, એક્‍ટિવ મેમ્‍બર રો. મનોજ જૈન,આઇ.પી.પી. રો. રાજેશ પટેલ, ફિઝીઓથેરાપી પ્રોજેક્‍ટ ચેર રો. ડો. સુનીલ દેશપાંડે, એજ્‍યુકેશન ફેર માટે રો મહેશ ભાનુશાલી, રો. ડો. સુનીલ મરજાદી, માનદ મંત્રી તરીકે રો. સ્‍વાતિ શાહ, ઉપરાંત વિવિધ મેમ્‍બર રો. નિરાલી ગજ્જર, રો. નિર્મલ દેસાઈ, રો. સાનોબર શ્રોફ, રો. રિશી સોની, રો. સંજીવ દેસાઈ, રો. દુષ્‍યંત દેસાઈ, રો. આનંદ ડક, રો. ચેતન પટેલ, રો. ડો. પ્રેમલ શાહ, રો. ચેતન મોદી, રો. પરેશ સાદરાણી, વિગેરે દ્વારા સમગ્ર વર્ષને યાદગાર બનાવવા માટે અથાક પ્રયત્‍નો કરવામાં આવ્‍યા હતા.
આ વિવિધ કાર્યક્રમો માટે દાતા તરીકે રો. જપન શાહ, રો. રાજેન્‍દ્ર મહેતા, રો. રાજુ વરૈયા, રો. ડો. નિલાક્ષ મુફતી, રો. અનીશ શાહ, રો. પુરલ વશી, રો. હર્ષદ રવેશિયા, વિગેરે રહ્યા હતા. આ વર્ષની સફળતાનું શ્રેય દીપેશ શાહ દ્વારા સમગ્ર ટીમ રોટરી વલસાડને આપ્‍યું હતું. અને આવતા વર્ષોમાં વધુ સારી રીતે રોટરી વલસાડ કાર્યરત બને સમાજ માટે કાર્ય કરે તેવી શુભકામનાઓ વ્‍યક્‍ત કરી હતી.

Related posts

ઉમરસાડીમાં કિરાણાની દુકાનમાં આગ લાગતા લાખોનું નુકશાન

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

દત્તક ગ્રહણ સંસ્‍થા દ્વારા નિવાસી નાયબ કલેક્‍ટર ચાર્મી પારેખના હસ્‍તે બાળકને દત્તક અપાયું

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

મગરવાડા ગ્રામ પંચાયતમાં કાનૂની સલાહ શિબિરનું થયેલું આયોજન

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment