Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક બોડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા આવેલું પરિણામ

  • દમણ-દીવમાં છોકરીઓએ મારેલી બાજી

  • દીવની 2 વિદ્યાર્થીઓ ટોપ 3માં આવી, દમણમાં ટોપ 3માં 2 વિદ્યાર્થીનીઓ માછી મહાજન સ્‍કૂલની

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.05
ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 12ની સામાન્‍ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ શનિવારે જાહેર થયું હતું જેમાં સંઘપ્રદેશ દમણનું 88.49 અને દીવનું 94.86 ટકા રહેવા પામ્‍યું હતું.
આ વખતે આર્ટસ અને કોમર્સની પરીક્ષાના પરિણામમાં દીવની વિદ્યાર્થીની બારિયા આદર્શ માંજીએ 92.86 ટકા મેળવવાની સાથે ટોપર રહી છે. જ્‍યારે બીજા સ્‍થાને દીવ તથાદમણ દાભેલ સરકારી શાળાની પ્રટેલ પ્રાચીબેન કિશન 86.42 ટકા મેળવી ત્રીજા સ્‍થાને રહી હતી.
દમણમાં આર્ટ્‍સ અને કોમર્સમાં વિદ્યાર્થીનીઓ જ ટોપર રહી છે. જેમાં બીજા અને ત્રીજા સ્‍થાને શ્રી માછી મહાજન શાળાન વિદ્યાર્થીનીઓ રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત બોર્ડની ધોરણ 12ની સામાન્‍ય પ્રવાહની પરીક્ષાના પરિણામોમાં આ વખતે પણ કેન્‍દ્રશાસિત પ્‍રદેશ દાનહ અને દમણ-દીવમાં છોકરીઓનો દબદબો રહ્યો છે. સામાન્‍ય પ્રવાહની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ બાદ કોમર્સમાં દમણ જિલ્લાનું પરિણામ 87.60 અને આર્ટસ કેટેગરીમાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે 30 ટકા વધીને 92.31 ટકા આવ્‍યું છે. ધોરણ 12 સામાન્‍ય પ્રવાહમાં દમણ જિલ્લાની સરકારી શાળાઓનું એકંદર પરિણામ 88.49 ટકા આવ્‍યું છે. દમણમાં આર્ટસ વિભાગમાં કુલ 117 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 108 પાસ અને 9 નાપાસ થયા હતા જ્‍યારે કોમર્સમાં 500 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 438 વિદ્યાર્થીઓ પાસ થયા હતા અને 62 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. આમ દમણ જિલ્લામાં કુલ 617 વિદ્યાર્થીઓ આર્ટસ અને કોમર્સની પરીક્ષા આપી હતી જેમાંથી 546 પાસ અને 71 નાપાસ થયા હતા. જ્‍યારે દીવ જિલ્લામાંથી કુલ 343 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 325 પાસ અને 18નાપાસ થયા હતા. દીવ જિલ્લાનું પરીક્ષાનું પરિણામ 94.75 પર્સન્‍ટાઈલ સાથે ગુજરાત રાજ્‍યમાં બીજા ક્રમે રહ્યું છે.
દમણ-દીવના ટોપર્સ
આ વખતે દમણ-દીવમાં ત્રણ ટોપર્સમાંથી પ્રથમ અને દ્વિતીય વણાંકબારા કન્‍યા શાળાના રહ્યા છે જેમાં દીવના બારીયા આદર્શ માંજી 92.86 ટકા માર્કસ સાથે પ્રથમ, સોલંકી ક્‍લાસીના તુલસી 86.43 ટકા સાથે બીજા અને ડાભેલ સરકારી શાળાના પટેલ પ્રાચીબેન કિશન 86.42 ટકા માર્કસ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. દીવની બારિયા તાનિયા દેવજી 86.14 ટકા માર્ક્‍સ સાથે દીવ જિલ્લામાં ત્રીજા ક્રમે છે. દમણની વાત કરીએ તો શ્રીમાછી મહાજન વિદ્યાલયની શેન્‍ડે આકાંક્ષા સતીશ 86 ટકા માર્ક્‍સ સાથે દમણમાં બીજા ક્રમે અને પાંડે એકતા રમાકાંત 85.87 ટકા માર્ક્‍સ સાથે દમણમાં ત્રીજા ક્રમે રહી છે.

Related posts

પારડી બ્રહ્મદેવ મંડળ કરાવશે કેદારનાથજીના દર્શન

vartmanpravah

દાનહઃ કેન્‍દ્રીય પ્રાથમિક શાળા આંબોલીમાં 55મો કેન્‍દ્ર કક્ષાનો રમતોત્‍સવ યોજાયો

vartmanpravah

આલીપોર ખાતે ક્રસર પ્‍લાન્‍ટમાં કામ કરતા મજૂરનું વીજ કરંટથી મોત

vartmanpravah

સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલો ટ્રક કાર ઉપર પડ્યોઃ કાર નીચે ચગદાઈ જવાથી બાળક સહિત પાંચ લોકોના મોત

vartmanpravah

આમધરામાં ગ્રામસભામાં સરપંચ અને ડે.સરપંચ ગેરહાજર રહેતા રોષે ભરાયેલા લોકોએ હોબાળો કરતા ગ્રામસભા રદ્‌ કરવાની પડેલી ફરજ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા’ અંતર્ગત વાપી કેબીએસ કોલેજના એનએસએસ દ્વારા શ્રમદાન કરાયું

vartmanpravah

Leave a Comment