June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટ

દમણ જિ.પં.ના પ્રમુખ પદેથી અધવચ્‍ચે બાબુભાઈ(વિકાસ) પટેલને ખસેડવા ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નવી પસંદગીમાં તો નહીં થાય ને…?

16 સભ્‍યોનું કદ ધરાવતી દમણ જિ.પં.માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા 10 સભ્‍યો છે જ્‍યારે બાકીના તમામ સભ્‍યોએ બિનશરતી ભાજપને ટેકો આપેલો છેઃ ભાજપના ચૂંટાયેલા 10 સભ્‍યોમાં 8 સભ્‍યો મહિલા છે જેમાં 3 સભ્‍યો ચૂંટણી લડીને વિજેતા બન્‍યા છે

દાદરા નગર હવેલી અને દમણ-દીવ જિલ્લા પંચાયતના પ્રમુખ પદનો કાર્યકાળ આગામી 30મી મે, 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયતના 2020ના રેગ્‍યુલેશન પ્રમાણે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખનો કાર્યકાળ અઢી વર્ષનો નિર્ધારિત કરવામાં આવ્‍યો છે. તેથી પ્રથમ ટર્મના અઢી વર્ષ 30મી મે, 2023ના રોજ પૂર્ણ થઈ રહ્યા હોવાથી નવા પ્રમુખની વરણી માટે જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી દ્વારા વિશેષ સામાન્‍ય સભા માટેનું સમય પત્ર જાહેર કરાશે.
દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની પ્રથમ ટર્મ પુરૂષ ઉમેદવાર માટે આરક્ષિત હતી. જ્‍યારે દાદરા નગર હવેલી અને દીવમાં પ્રથમ ટર્મ મહિલા પ્રમુખ માટે અનામત હતી. હવે દમણ જિલ્લા પંચાયતમાં મહિલા અને દાદરા નગર હવેલી તથાદીવ જિલ્લા પંચાયતમાં પુરૂષ ઉમેદવારની જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે નિયુક્‍તિ કરવામાં આવશે.
ત્રણ જિલ્લા પંચાયત ધરાવતા દાદરા નગર હવેલી અને દમણ-દીવ કેન્‍દ્ર શાસિત પ્રદેશમાં બે સંસદીય બેઠકનો સમાવેશ થાય છે. જે પૈકી દાદરા નગર હવેલી લોકસભાની બેઠક અનુ.જનજાતિ માટે આરક્ષિત છે. જ્‍યારે દમણ-દીવની લોકસભા બેઠક સામાન્‍ય છે.
હવે લોકસભાની ચૂંટણી આડે માંડ 11 મહિનાનો સમય બાકી છે. ત્‍યારે ત્રણેય જિલ્લા પંચાયતના પ્રમુખ પદની વરણી ભાજપ હાઈકમાન્‍ડે સમજી-વિચારી અને ચકાસીને કરવી પડશે. કારણ કે, દમણ જિલ્લા પંચાયતના નવી ટર્મના પ્રમુખ શ્રી બાબુભાઈ(વિકાસ) પટેલને અધવચ્‍ચેથી ખસેડવા માટે ભાજપ હાઈકમાન્‍ડે કરેલા ‘ખેલા’નું પુનરાવર્તન નહીં થાય તેની તકેદારી લેવી પડશે. કારણ કે, 16 સભ્‍યોનું કદ ધરાવતી દમણ જિલ્લા પંચાયતમાં 10 સભ્‍યો ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલા છે, જેમાં 8 મહિલા સભ્‍યોનો સમાવેશ થાય છે અને બાકીના 6 સભ્‍યોએ અપક્ષ ચૂંટાઈને ભાજપને સમર્થન જાહેર કરેલું છે. ભાજપના 8 ચૂંટાયેલા મહિલા સભ્‍યો પૈકી 3 સભ્‍યો ચૂંટણીનો સામનો કરી વિજેતા બન્‍યા હતા. જ્‍યારે બાકીના પાંચ મહિલા સભ્‍યો બિન હરિફ વિજેતા થયા હતા. તેથી જિલ્લા પંચાયતના પ્રમુખની વરણી કરતા પહેલાં તેમનું જન સમર્થન કેટલું છે અને પોતાનામતદાર વિસ્‍તારમાં કેટલા લોકપ્રિય છે તેની મોજણી કરવી પણ જરૂરી છે અને ત્‍યારબાદ તમામ સભ્‍યોના સેન્‍સ લઈ દરેકને સાથે લઈને એક ટીમ બની વહીવટ કરવા કેટલા કાબેલ છે તેના ઉપર પણ હાઈકમાન્‍ડે નજર રાખવી પડશે.

Related posts

દીવ ન.પા.ની ચૂંટણીનું પરિણામઃ આવતી કાલ વધુ ઉજળી બનશે

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી કરાઈ

vartmanpravah

‘આયુષ્‍માન ભવઃ’ અભિયાન અંતર્ગત દાનહ જિલ્લાને કુપોષણ, ટી.બી. અને રક્‍તપિત મુક્‍ત જિલ્લો બનાવવા શરૂ કરાયેલી કવાયત

vartmanpravah

જિલ્લામાં મતગણતરીના સ્‍થળે મતગણતરીમાં ખલેલ ના પહોચે તે અંગેનું જાહેરનામુ

vartmanpravah

વાપીના કરવડમાં ધોડિયા પટેલ સમાજના યુવક-યુવતીઓનું મૈત્રી પરિચય સંમેલન યોજાયું

vartmanpravah

સ્‍વાતંત્ર્ય પર્વને ગણતરીના દિવસો બાકી છે ત્‍યારે વલસાડના સ્‍વાતંત્ર્ય સેનાનીના પત્‍નીએ આઝાદીની લડતનું આબેહૂબ ચિત્ર રજૂ કર્યું

vartmanpravah

Leave a Comment