April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ વિનય કુમાર સક્‍સેના સાથે શુભેચ્‍છા મુલાકાતઃ બંને મહાનુભાવોએ વિવિધ વિષયોની જાણકારી અને વિવિધ દૃષ્‍ટિકોણનું કરેલું આદાન-પ્રદાન

  • કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટની સંપૂર્ણ શક્‍તિ ઉપ રાજ્‍યપાલ અને પ્રશાસક હસ્‍તક રહેતી હોવાથી બંને મહાનુભાવોની મુલાકાતે દોરેલું તમામનું ધ્‍યાન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.06
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દિલ્‍હીના ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેનાની શુભેચ્‍છા મુલાકાત લઈ વિવિધ વિષયોની જાણકારીઅને વિવિધ દૃષ્‍ટિકોણનું અરસ પરસ આદાન-પ્રદાન કર્યું હતું.
તમામ કેન્‍દ્ર શાસિત પ્રદેશોના વહીવટની સંપૂર્ણ શક્‍તિ ઉપ રાજ્‍યપાલ અને પ્રશાસક હસ્‍તક રહેતી હોવાથી દિલ્‍હીના નવનિયુક્‍ત ઉપ રાજ્‍યપાલ શ્રી વિનય કુમાર સક્‍સેના સાથેની સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની મુલાકાત ઉપર તમામે ધ્‍યાન કેન્‍દ્રીત કર્યું છે.
અત્રે નોંધનીય છે કે, છેલ્લા સાડા પાંચ વર્ષમાં ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની બદલાયેલી તાસીર અને તસવીર પાછળ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની આગવી વહીવટી શૈલી અને દીર્ઘદૃષ્‍ટિનો ફાળો મહત્‍વનો રહ્યો છે.

Related posts

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

દાદરા નગર હવેલી ગવર્નમેન્‍ટ એમ્‍પ્‍લોઇઝ મ્‍યુચ્‍યુઅલ સોસાયટીની સાધારણ સભા યોજાઈ

vartmanpravah

સેલવાસના આમળી ફળિયામાં રહેતી મહિલાએ ગળે ફાંસો ખાધો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડમાં ફાયરમેનની પરીક્ષા આપવા આવેલા 7 પરીક્ષાર્થીઓ નવી ટેક્‍નોલોજીના ગેજેટ સાથે પકડાયા

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

દાનહ આદિવાસી વિકાસ સંગઠન દ્વારા ‘વિશ્વ આદિવાસી દિવસ’ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment