Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ જિલ્લા બીજેપી મહિલા મોરચાએ જનસંખ્‍યા નિયંત્રણ પર વિવાદિત ટિપ્‍પણી કરનાર બિહારના સીએમ નિતીશ કુમારનું પુતળું બાળી વિરોધ દર્શાવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.09: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે વિવાદિત ટિપ્‍પણીને લઈને બિહારના સીએમ નિતીશ કુમારનુ બીજેપીની મહિલાઓએ પુતળા દહન કર્યું, અને તેના રાજીનામાની માંગ કરાઈ.
બિહારના સીએમ નિતીશ કુમારએ મંગળવારે વિધાનસભામાં મહિલાઓની સાક્ષરતા અને જનસંખ્‍યા નિયંત્રણ પર વાત કરતા કરતા તેમણે મહિલાઓ પર એવી વિવાદિત વાત કહી દીધી જેનાથી સદનમાં બબાલ સર્જાયો હતો. બિહાર સહિત પૂરા દેશમાં તેમના બયાન પર લોકોએ નિંદા કરી હતી. સાથે આજે દીવ જિલ્લા બીજેપીની મહિલાઓએ પણ તેમના બયાનને ખૂબજ શરમજનક કહ્યું હતું, અને દીવ બીજેપી મહિલાઓએ તથા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેનએ નિતીશ કુમારના પુતળાને સળગાવી અને નિતીશ કુમાર હાય હાય ના નારા લગાવ્‍યા હતા, સાથે તે રાજીનામું આપે તેવી પ્રબળ માંગ ઉઠી હતી.
આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્‍યક્ષકિરિટ વાજા, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લખમણ, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન તથા બીજેપી હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

દાનહમાં આદિવાસી સમાજ દ્વારા નાંદરવો દેવની પૂજા કરાઈ

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

Leave a Comment