December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સાવધાન…: દમણમાં લાંબા અરસાના વિરામ બાદ ફરી કોરોનાની એન્‍ટ્રીઃ 4 પોઝિટિવ

કોવિડ-19ના પ્રોટોકોલના પાલન માટે હવે પ્રદેશના લોકોએ સ્‍વૈચ્‍છિક રીતે અમલવારી કરવી જરૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.14
લાંબા અરસાના વિરામ બાદ દમણમાં ફરી 4 કોરોના પોઝિટિવ દર્દીઓનું નિદાન થયું હોવાની માહિતી સાંપડી છે. કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતાં પ્રશાસન અને આરોગ્‍ય વિભાગ પણ સક્રિય બનવા પામ્‍યું છે.
અત્રે નોંધનીય છે કે, દમણમાં લગભગ 100 ટકા લોકોએ કોરોના રસીના બંને ડોઝ લઈ ચુક્‍યા છે અને બુસ્‍ટર ડોઝ માટેની ગતિ પણ ઝડપી બની છે.
આજે 86 સેમ્‍પલોની કરાયેલી ચકાસણીમાં 4 કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવતાં જિલ્લામાં કોવિડ-19ના 4 એક્‍ટિવ કેસો અત્‍યારે હયાત છે.
દમણમાં કોરોનાએ મારેલી ફરી એન્‍ટ્રીથી તેના અંકુશ માટે કોવિડ-19નાપ્રોટોકોલનું પાલન માટે હવે પ્રજાને તૈયાર કરવી જરૂરી બની ગઈ છે. સંઘપ્રદેશ પ્રશાસન પણ અગમચેતીના તમામ પગલાં ભરી રહ્યું છે, પરંતુ આમલોકોએ પણ માસ્‍ક પહેરવો, બે ગજની દૂરી રાખવી તથા હાથને સેનેટાઈઝ કરવાના પ્રોટોકોલને ફરી અનુસરવાનો સમય આવી ગયો છે.

Related posts

વાપી કરવડ સીમમાં ફાંસી ખાઈ લટકતી યુવાનની લાશ મળી

vartmanpravah

વાપી પાલિકા સામાન્‍ય સભામાં રોડ રસ્‍તાની ઉભી થયેલ બબાલ બાદ પેવર બ્‍લોક નાખવાની કામગીરી શરૂ

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

પ્રશાસક તરીકે 7મા વર્ષના પ્રવેશ ટાણે સંઘપ્રદેશના સાચા અર્થમાં ભાગ્‍યવિધાતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

‘ચૂંટણી લોકશાહીનું પર્વ છે’

vartmanpravah

રાજપૂત સમાજ મેરેજ બ્‍યુરો કોસંબા અને આદિત્‍ય એનજીઓ નરોલીના સહયોગથી રાજપૂત સમાજના અપરણિત પાત્રો અને છૂટાછેડા થયેલા હોય તેવા પાત્રો માટે રવિવારે નરોલી પંચાયત હોલ ખાતે યોજાનારો પરિચય મેળો

vartmanpravah

Leave a Comment