October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સેવા સદનમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં અચાનક આગ લાગી

સરકારી ગાડીઓ મેઈટેનન્‍સના અભાવે વારંવાર ખોટવાતી રહે છે કે
અકસ્‍માત સર્જતી રહે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વલસાડ સેવા સદનમાં કમ્‍પાઉન્‍ડમાં પાર્ક કરેલી સરકારી સુમો ગાડીમાં આજે રવિવારે અચાનક ધુવાડા નિકળતા આગ લાગી હતી. આગની જાણ થતા દોડધામ મચી જવા પામી હતી.
જિલ્લા વહિવટી તંત્રમાં સેંકડો ગાડીઓ દોડાદોડી કરતી હોય છે પરંતુ આવી ગાડીઓનું સમયસર મેઈટેનન્‍સ થતું નહી હોવાનું સત્‍ય આજે ઉજાગર થયેલું જોવા મળ્‍યું હતું. વલસાડ સેવા સદન વિભાગ-2 ના પાર્કિંગમાં પાર્ક કરેલ સરકારી સુમો ગાડી નં.જીજે 01 જીએ 0315માં અચાનક આગ લાગી હતી. ધુમાડા જોતા લોકો ભેગા થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમે ઘટના સ્‍થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. સદ્દનસીબે રવિવાર હોવાથી ગાડી પાર્ક કરેલી હતી. ચાલુ દિવસ હોત તો ચાલુ ગાડીએ મોટી દુર્ઘટના થઈ હોત.

Related posts

સેલવાસ-નરોલી રોડ પર દમણગંગા નદીના પુલ પરથી નરોલીના એક વ્‍યક્‍તિએ ઝંપલાવ્‍યું: ફાયર ફાઈટરોએ શરૂ કરેલી શોધખોળ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ચૂંટણી મતદાનમાં 16112 મતો ઈવીએમમાં નોટામાં પડયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ધૂમ્‍મસવાળુ વાતાવરણ

vartmanpravah

ઓરવાડ-પરીયા રોડ ઉપર બે વાન સામસામે ભટકાઈ : ચાર ઘાયલ

vartmanpravah

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

vartmanpravah

વલસાડમાં તિથલ ખાતે ભવ્‍ય રજત જયંતિ મહોત્‍સવ અને સમૂહ લગ્નોત્‍સવનું કરાયેલુ આયોજનઃ 102 યુગલોએ પ્રભુતામાં પાડેલા પગલાં

vartmanpravah

Leave a Comment