Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) શામળાજી, તા.14
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કર્યું હતું.
સાબર ડેરીના સહયોગથી શામળાજી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત પ્રસંગે અરવલ્લી-મોડાસાના પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત અને સાબરડેરી હિંમતનગરના ચેરમેન શ્રી શામળભાઈ પટેલની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ શામળાજીના અનન્‍ય ભક્‍ત છે અને તેમના ઉપર હંમેશા શામળાજીની કૃપા પણ રહી છે. આજે આશ્રમ ચોકીના ભૂમિ પૂજન અને ખાતમુહૂર્ત સાથે શામળાજી મંદિરના દર્શન પણ દર પૂર્ણિમાના પોતાના નિત્‍ય ક્રમ મુજબ કર્યા હતા.

Related posts

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ-દીવના 62મા મુક્‍તિ દિનનો યોજાયેલો જિલ્લા સ્‍તરીય કાર્યક્રમ સંઘપ્રદેશને મેડિકલ, ટેક્‍નીકલ, ફેશન અને શિક્ષણનું હબ બનાવવાનું પ્રશાસકશ્રીનું સ્‍વપ્‍નઃ જિલ્લા કલેક્‍ટર ડો. તપસ્‍યા રાઘવ

vartmanpravah

વાપી છીરી જ્ઞાનગંગા સ્‍કૂલમાં તુલસી પૂજન કાર્યક્રમ યોજાયો: 1000 ઉપરાંત વિદ્યાર્થીઓએ આસ્‍થા સાથે તુલસી પૂજન કર્યું

vartmanpravah

વલસાડ મગોદના મહિલા સરપંચને પંચાયતના કચરાના ટેમ્‍પાનો ખાનગી ઉપયોગ કરતા ડીડીઓએ હોદ્દા ઉપરથી સસ્‍પેન્‍ડ કર્યા

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અંતર્ગત વાપી અને ધરમપુર તાલુકામાં સરપંચો અને તલાટીઓની તાલીમ યોજાઈ

vartmanpravah

વલસાડમાં બે દિવસથી આતંક મચાવતો ગાંડોતુર આખલો અંતે પાલિકાએ પાંજરે પુર્યો

vartmanpravah

Leave a Comment