January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનારાઓને પોલીસે વરઘોડો કાઢી હાઈવે બ્રિજ નીચે કરાવેલી ઉઠક-બેઠક


(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.09: ચીખલી તાલુકાના ચીમલા ગામે જેસપોરના જમીન દલાલને માર મારી ધમકી આપનાર ચાર જેટલા આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢી હાઈવે ઓવર બ્રિજ નીચે ઉઠક બેઠક કરાવી હતી.
પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ ગત ગુરૂવારના રોજ સાંજના સમયે જમીન દલાલીના વ્‍યવસાય સાથે સંકળાયેલા દિપક રમણભાઈ પટેલ (ઉ.વ-50) (રહે.જેસપોર તા.જી.વલસાડ) ને ચીમલા ગામનાઉગામણા ફળિયામાં તારામાં બહુ ભમરી વધી ગયેલી છે તેમ કહી નાલાયક ગાળો આપી લાકડાના દંડાથી ફટકા મારી માર માર્યો હતો. આજે તો તું બચી ગયો છે. બીજીવાર તને જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી તેની સ્‍વિફટ ડિઝાયર કાર નં-જીજે-21-સીએ-1020 ઉપર પણ લાકડાના ફટકા મારી નુકશાન પહોંચાડ્‍યું હતું. ઉપરોક્‍ત બનાવમાં પોલીસે ચીમલા ઉગામણા ફળિયાના હિતેશ ઈશ્વરભાઈ કો.પટેલ સહિત અન્‍ય છ થી સાત જેટલા સામે રાયોટિંગનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ દરમ્‍યાન આરોપીઓની બીલીમોરા પોલીસ દ્વારા ધરપકડ કરાતા સ્‍થાનિક પોલીસે હિતેશ ઈશ્વર કો.પટેલ (રહે.ચીમલા તા.ચીખલી), ધર્મેશ બાવાભાઈ પટેલ (રહે.ઊંડાચ વાણિયા ફળીયા તા.ગણદેવી), રવિ ચંદુભાઈ બુટીયા (ગણદેવી સુગર ફેકટરી સામે તા.ગણદેવી), અંકુર ભરતભાઈ નાયકા(રહે.ગણદેવી સુગર ફેકટરીની બાજુમાં તા.ગણદેવી) એમ ચાર જેટલાની ટ્રાન્‍સફર વોરંટથી ધરપકડ કરી આજે ચીખલી પોલીસ મથકેથી એસટી ડેપો સર્કલ થી હાઈવે ચાર રસ્‍તા સુધી વરઘોડો કાઢી હાઈવે ઓવરબ્રિજ નીચે જાહેરમાં ઉઠક બેઠક કરાવાઈ હતી.

Related posts

ધરમપુર માલનપાડામાં ગેસ લાઈન લિકેજ બાદ બ્‍લાસ્‍ટ સાથે ભિષણ આગ લાગતા દોડધામ મચી

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

ચીખલી તાલુકાનાં તલાવચોરા ગામે કોંગ્રેસની ન્‍યાય યાત્રા મૃતક મિરલભાઈ હળપતિનાં પરિવારને ન્‍યાય અપાવવા લડત ચલાવશે

vartmanpravah

ધરમપુરમાં ભવાડા ગામે ખેલાયો ખૂની ખેલ: બે પરિવારોના ઝઘડામાં યુવાનને પથ્‍થરો મારી પતાવી દીધો

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા મોહનસિંહ ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ એન્‍ડ સાયન્‍સમાં સાંસ્‍કૃતિક, કોલેજ ડે અને વાર્ષિક રમતગમત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં 40 વર્ષીય મહિલાની 30 વર્ષીય યુવકે છેડતી કરતા અભયમ ટીમ મદદે પહોંચી

vartmanpravah

Leave a Comment