July 21, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાનો થનારો પ્રાયોગિક પ્રયાસ

દમણવાડા પંચાયત દ્વારા પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્‍યે આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેની કડીમાં આજે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બારિયાવાડ વિસ્‍તારના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને ખેતરના થોડા હિસ્‍સામાં પ્રાકૃત્તિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, દમણવાડા પંચાયત વિસ્‍તારના પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્‍પોસ્‍ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્‍યે આપવામાં આવશે.
આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરના કેટલાક હિસ્‍સામાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી કરવા પોતાની તૈયારી દર્શાવી હતી. દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા ખેડૂતોની ઓળખ કરી તેમને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અભિયાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, એકાઉન્‍ટન્‍ટ શ્રીરોહિત ગોહિલ, જુનિયર એન્‍જિનિયર શ્રી વિપુલ રાઠોડ તથા સ્‍ટાફનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.

Related posts

દમણના આંટિયાવાડ ખાતે વાપી કોચરવાના માથાભારે શખ્‍સ મિતેશ પટેલ અને સાગરિતોએ એક વ્‍યક્‍તિ ઉપર કરેલો પ્રાણઘાતક હૂમલો

vartmanpravah

દાનહમાં છઠ્ઠ પૂજાની ઉજવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘાટો તૈયાર કરાયા

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

ખેલ મહાકુંભ 2.0માં ભાગ લેવા માટે રજિસ્‍ટ્રેશન કરાવી લેવું

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

..તો ડેલકર પરિવાર માટે 2024ની ચૂંટણી લડવી અને જીતવી સરળ નહીં રહે..!

vartmanpravah

Leave a Comment