(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.22: ભારતમાં 21મે નો દિવસ એન્ટી ટેરેરીઝમ ડે તરીકે ઉજવવામાં આવે છે. ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદ રાષ્ટ્રીય સ્તરે તા.21 મી મે 1991 થી એન્ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત વાપી મામલતદાર કચેરીમાં એન્ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.
વાપી મામલતદાર કચેરીમાં હોમગાર્ડ યુનિટના પદાધિકારીઓ અને જવાનોએ શપથગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રમાં સામાજીક શાંતિ અને સલામતિ જાળવવા માટે તેમાં યોગદાન આપવા માટે હોમગાર્ડ યુનિટે શપથ ગ્રહણ કર્યા હતા. એન્ટી ટેરેરિઝમ ડે ની ઉજવણી રાજ્યની તમામ કચેરીઓમાં કરવામાં આવી હતી. જેમાં જે તે જિલ્લા અધિકારીઓ અને કર્મચારીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા.