September 8, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ પોલીસે ત્રણ ડ્રગ્‍સ તસ્‍કરોની કરી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.08 

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા ઓપરેશન નારકોસ અંતર્ગત ડ્રગ તસ્‍કરો વિરુદ્ધ અભિયાન ચલાવી રહી છે. નશીલી દવાઓના દુરુપયોગની સંવેદનશીલતાને ધ્‍યાનમાં રાખતા પોલીસ સંદિગ્‍ધ તત્‍વો પર નજર રાખી રહી છે. પોલીસને મળેલ ગુપ્ત બાતમી અનુસાર શાહનવાજ નામનો વ્‍યક્‍તિ પોતાની પાસે ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત સામગ્રી એનડીપીએસ રાખે છે અને સેલવાસમાં એ સામગ્રીને વેચવા માટે આવી રહ્યો છે. એડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈનની આગેવાનીમાં એક ટીમ બનાવી પીએસઆઈ શ્રી સોનુ ડુબે સહીત એમની ટીમે દાન હોટલ નજીક રેડ પાડી હતી જ્‍યાંથી પ્રતિબંધિત સામગ્રી 3.32ગ્રામ મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે અંદાજીત કિંમત રૂા.33,200 જપ્ત કરી એનડીપીએસ અધિનિયમ 1985 અને આઇપીસી 8સી, 22બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઇ શ્રી પ્રદીપ રાજગોરને સોંપવામા આવી હતી.

તપાસ દરમ્‍યાન શાહનવાઝ આરીફ શેખ (ઉ.વ.33) રહેવાસી જલારામ સોસાયટી, બહુમાળી સેલવાસ, મૂળ રહેવાસી આઝમગઢ યુ.પી.ની ધરપકડ કર્યા બાદપૂછપરછમાં એના સહ આરોપીના નામોનો ખુલાસો કર્યો હતો. જેમાં શાહિલ જાવેદ માલવિયા (ઉ.વ.28) રહેવાસી વૈશાલી એપાર્ટમેન્‍ટ, વૈશાલી ટોકીઝ નજીક વાપી. સકીફ અબ્‍દુલ્લા અન્‍સારી (ઉ.વ.29) રહેવાસી સુમેરુ કોમ્‍પ્‍લેક્‍સ વાપી જેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણે આરોપીને કોર્ટમાં રજૂ કરતા પોલીસ કસ્‍ટડી આપવામાં આવી છે. પોલીસ દ્વારા આ ગુનામાં વધુ કોણ કોણ સામેલ છે એની તપાસ હાથ ધરી છે.

Related posts

વાપી રેલવે સ્‍ટેશને વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વીડિયો કોન્‍ફરન્‍સથી ‘ભારતીય જન ઔષધી કેન્‍દ્ર’નો પ્રારંભ કરાવ્‍યો

vartmanpravah

દાનહના મુખ્‍ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્માએ પંચાયત મંત્રીઓ સાથે ઘન કચરો વ્‍યવસ્‍થાપન અંતર્ગત યોજેલી બેઠક

vartmanpravah

આજથી દમણવાડાના ઢોલર ગામથી શરૂ થનારૂં જમીનના રિ-સર્વેનું કામ

vartmanpravah

ભારત સરકારની ‘સબકી યોજના’ સબકા વિકાસ’ યોજના અંતર્ગત દાનહના નરોલી પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ પ્રશાસનિક ઉચ્‍ચ અધિકારીઓની રહેલી ગેરહાજરીથી ગ્રામજનોમાં નારાજગી

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપરથી અયોધ્‍યા દર્શન આસ્‍થા સ્‍પેશિયલ ટ્રેનને ભાજપના આગેવાનોએ રવાના કરી

vartmanpravah

યુપી પોલીસ ચીખલીના ખૂંધમાં 20 વર્ષથી છૂપાઈને રહેતા વોન્ટેડ આરોપીને ઉંચકી ગઈ

vartmanpravah

Leave a Comment