Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડસેલવાસ

1લી જુલાઈએ શતરંજ ઓલમ્‍પિયાડની મશાલ રીલે દમણ પહોંચશેઃસંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્‍વમાં સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે થનારૂં ભવ્‍ય સ્‍વાગત

રમત-ગમત સચિવ અંકિતા આનંદે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે શતરંજ ઓલમ્‍પિયાડને આવકારવા થઈ રહેલી તૈયારીનું કરેલું નિરીક્ષણ અને આપેલું જરૂરી માર્ગદર્શન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.28
શતરંજ ઓલમ્‍પિયાડના ઈતિહાસમાં પહેલી વખત ઓલમ્‍પિકની તર્જ ઉપર મશાલ રેલીની શરૂઆત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 19મી જૂનના રોજ દિલ્‍હીના ઈન્‍દિરા ગાંધી સ્‍ટેડિયમથી મશાલ રેલીનું પ્રસ્‍થાન કરાવ્‍યું હતું જે દેશના અનેક રાજ્‍યો અને સંઘપ્રદેશોથી પસાર થશે. આ મશાલ પોતાની 75 શહેરોની યાત્રાના પડાવમાં 1લી જુલાઈએ દમણ પહોંચશે. દમણમાં પ્રવેશ કર્યા બાદ આ મશાલ રેલીને દાભેલ ચેકપોસ્‍ટ, સોમનાથ, ડેલટીન હોટલ, ફૂટબોલ ગ્રાઉન્‍ડ મોટી દમણ, રાજીવ ગાંધી પૂલ, મશાલચોક વગેરે વિવિધ માર્ગથી પસાર થઈ દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે પ્રવેશશે.
1લી જુલાઈએ સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમ ખાતે મશાલ રેલીના સ્‍વાગત માટે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને એક ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમના ભવ્‍ય આયોજનની તૈયારી માટે સંઘપ્રદેશ પ્રશાસનના વિવિધવિભાગો પોતાની તૈયારીમાં સક્રિય રીતે જોતરાઈ ચુક્‍યા છે.
આજે કાર્યક્રમની પૂર્વ તૈયારીના નિરીક્ષણ માટે સંઘપ્રદેશના રમત અને યુવા વિભાગના સચિવ તથા આયોજન સમિતિના અધ્‍યક્ષ શ્રીમતી અંકિતા આનંદે કાર્યક્રમ સ્‍થળનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને તૈયારીઓના સંદર્ભમાં જરૂરી સલાહ-સૂચન અને નિર્દેશો આપ્‍યા હતા.
અત્રે નોંધનીય છે કે, દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં શતરંજના ગ્રાન્‍ડ માસ્‍ટરને શતરંજ ઓલમ્‍પિયાડ મશાલ આગળની યાત્રામાં સુપ્રત કરવામાં આવશે. ભારતમાં આયોજીત થનારા 44મા શતરંજ ઓલમ્‍પિયાડ તામિલનાડુના ચેન્નાઈમાં 28 જુલાઈથી 10 ઓગસ્‍ટ સુધી યોજાશે.

Related posts

વાપી તાલુકાના 23 ગામોમાં ઉપ સરપંચોની નિમણૂક પ્રક્રિયાનો આરંભ : બે દિવસ કામગીરી ચાલશે

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

દીવ પોલીસ મથકના ઈન્‍ચાર્જ પી.આઈ. પંકેશ ટંડેલ સસ્‍પેન્‍ડઃ ભરતી પ્રક્રિયા સમયે રજૂ કરેલા જન્‍મ પ્રમાણપત્રના બનાવટી દસ્‍તાવેજો

vartmanpravah

વાપીની સ્‍કૂલ કોલેજોમાં જિલ્લા પોલીસ દ્વારા યુવા માટે ડ્રગ જાગૃતિ અભિયાન

vartmanpravah

‘ગરીબ કલ્યાણ સંમેલન’-નવસારી: સરકારની જન કલ્યાણકારી યોજનાથકી છેવાડાના માનવીનું  જીવનધોરણ ઉચું આવ્યું છે: જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહીર : નવસારી ખાતે ‘ગરીબ કલ્યાણ સંમેલન’યોજાયું

vartmanpravah

વાપીમાં જન્‍મેલા 680 ગ્રામના નવજાત બાળકનો ચમત્‍કારી બચાવ થયો

vartmanpravah

Leave a Comment