સહ સભ્ય સચિવ અને ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બનસોડ તથા જે.એમ.એફ.સી. જે.જે.ઈનામદારે બાળકોના ઓબ્ઝર્વેશન રૂમમાં પસાર કરેલો એક કલાક જેટલો સમય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28
દમણની બાલ કલ્યાણ સમિતિના સહ સદસ્ય અને દમણના ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડીવીઝન શ્રીપી.એચ.બનસોડના અધ્યક્ષ સ્થાને આજે સાંજે 5 વાગ્યે ઝરી ખાતે સ્નેહાલયમાં બાળકોના દેખભાળની સ્થિતિ જાણવા માટે બાલ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સમિતિના સહ સદસ્ય સચિવ શ્રી પી.એચ.બનસોડ અને જે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારે બાળકોની પ્રગતિ રિપોર્ટની સાથે સાથે તેમને આપવામાં આવતી સુવિધાની જાણકારી મેળવી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે બાળ અધિકારોના રક્ષણ અને તેમના સંરક્ષણ માટે બાળ સંરક્ષણ આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. કિશોર ન્યાયી (બાળકોની દેખરેખ અને સંરક્ષણ) અધિનિયમ 2015ના અંતર્ગત પણ બાળકોના સર્વાંગી દેખભાળ અને સંરક્ષણનો અધિકાર આયોગને પ્રાપ્ત છે. આ અંતર્ગત જિલ્લામાં બે એવા એકમ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ(જેજેબી) અને ચાઈલ્ડ વેલફેર કમિટી(સીડબ્લ્યુસી) સામેલ છે. દમણ-દીવ સમાજ કલ્યાણ વિભાગની બાળ સંરક્ષણ સમિતિના અંતર્ગત આવતી બાળ કલ્યાણ સમિતિ દ્વારા સંભાળની જરૂરતવાળા બાળકોને ઝરી સ્થિતિ સ્નેહાલયમાં શિક્ષણ આપવામાં આવે છે અને તેના અંદર છૂપાયેલી પ્રતિભાને નિખારવાનું કામ પણ કરવામાં આવે છે.
આજે બાળ કલ્યાણ સમિતિની થયેલ બેઠકમાં બાળ કલ્યાણ સમિતિના સહ સભ્ય સચિવ/ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ સિનિયર ડીવીઝન શ્રી પી.એચ.બનસોડ અનેજે.એમ.એફ.સી. શ્રી જે.જે.ઈનામદારે બાળકોના પ્રોગ્રેસ રિપોર્ટની સાથે સાથે તેમને આપવામાં આવતી સુવિધાની જાણકારી મેળવી હતી. મીટિંગમાં સમિતિના પ્રમુખ શ્રીમતી મંજુબેને જણાવ્યું હતું કે, વર્તમાનમાં દમણ ખાતે કુલ 7 બાળકોની સ્નેહાલયમાં સંભાળ લેવામાં આવી રહી છે. જેના માટે કુલ 5 સ્ટાફના સભ્યો નિયુક્ત કરાયેલા છે. સરકાર દ્વારા પ્રત્યેક બાળક માટે બાળક દીઠ રૂા.2160 પ્રતિ માસનું બજેટ આપવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોના અંદર છૂપાયેલી પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેના માટે બાળકોની રૂચિના અનુરૂપ દમણના બાલ ભવન બોર્ડમાં પણ મોકલવામાં આવે છે. દરમિયાન સમિતિના સહ સભ્ય સચિવ અને જે.એમ.એફ.સી.એ લગભગ 1 કલાક જેટલો સમય બાળકોના ઓબ્ઝર્વેશન રૂમમાં પસાર કર્યો હતો.