April 17, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર વિતરણ સમારંભ યોજાયો

સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર 2021-22 માટે ગવર્નમેન્‍ટ મિડલ સ્‍કૂલ પરિયારીને મળેલો પ્રથમ ક્રમાંક

દમણ જિલ્લાની કુલ 92 સરકારી, ખાનગી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્‍કૂલોમાંથી જનરલ કેટેગરીમાં કુલ 8 સ્‍કૂલો અને સબકેટેગરીમાં કુલ 26 સ્‍કૂલોને જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર, 2021-22થી સન્‍માનિત કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.29
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ શિક્ષણ સચિવ અને શિક્ષણ નિર્દેશકના માર્ગદર્શનમાં આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર સમારંભનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દમણના ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રા મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા.
સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર-2021-22 માટે પસંદ થયેલી શાળાઓમાં પ્રથમ ક્રમાંકે ગવર્નમેન્‍ટ મિડલ સ્‍કૂલ પરિયારી, દ્વિતીય સ્‍થાને ગવર્નમેન્‍ટ પ્રાઈમરી સ્‍કૂલ ભેંસરોડ, તૃતિય સ્‍થાને ગવર્નમેન્‍ટ મિડલ સ્‍કૂલ કડૈયા, ચોથા સ્‍થાને ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ પટલારા, પાંચમા સ્‍થાને ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ઝરી, છઠ્ઠા સ્‍થાને ગવર્નમેન્‍ટ હાઈસ્‍કૂલ ભીમપોર, સાતમાં સ્‍થાને ગવર્નમેન્‍ટ મિડલ સ્‍કૂલ મોડેલ સ્‍કૂલ નાની દમણ અને 8મા સ્‍થાને સાર્વજનિક વિદ્યાલયનો સમાવેશ થયો હતો.
જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કારની પેટાશ્રેણીમાં પાણી, સાબુ સાથે હાથ ધોવો ઓપરેશન અને મેઈટેનન્‍સ, બિહેવિયર ચેન્‍જ અને કેપેસીટી બિલ્‍ડીંગ, કોવિડ-19 પ્રિપેરર્ડનેશ અને રિસ્‍પોન્‍સ, ટોયલેટ જેવી શ્રેણી માટે 26 શાળાઓને સન્‍માનિત કરવામાં આવી હતી.
આપ્રસંગે ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ પોતાના વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કારનો ઉદ્દેશ એ સ્‍કૂલોને સન્‍માનિત કરવાનો છે જેમણે સ્‍વચ્‍છ વિદ્યાલય અભિયાનમાં જનાદેશને પૂર્ણ કરવાની દિશામાં મહત્‍વપૂર્ણ પગલું ભર્યું છે. તેમણે વિદ્યાર્થીઓને ભીનો કચરો અને સુકા કચરાના પૃથ્‍થકરણની બાબતમાં જાણકારી આપી જણાવ્‍યું હતું કે, આ સમજ પોતાના માતા-પિતાને પણ આપવી અને ઘરમાં જો કોઈ કચરો પડેલો હોય તો તે શાળામાં લઈ આવી યોગ્‍ય ડસ્‍ટબિનમાં નાંખવા પ્રેરિત કર્યા હતા.
દમણ જિલ્લાની કુલ 92 સરકારી, ખાનગી અને સરકારી સહાયતા પ્રાપ્ત સ્‍કૂલોમાંથી જનરલ કેટેગરીમાં કુલ 8 સ્‍કૂલો અને સબ કેટેગરીમાં કુલ 26 સ્‍કૂલોને જિલ્લા સ્‍તરીય સ્‍વચ્‍છ વિદ્યાલય પુરસ્‍કાર, 2021-22થી સન્‍માનિત કરાયા હતા.
આ કાર્યક્રમમાં દાનહ અને દમણ-દીવના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી મણિલાલ પટેલ, દમણ જિલ્લા પંચાયતના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી બી. કનન તથા અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

પ્રદેશમાં જ્‍યાં પણ કચરો દેખાય તેની તસવીર સ્‍વચ્‍છતા એપ ઉપર અપલોડ કરવા પંચાયતી રાજ સચિવે કરેલી હાકલ

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

આજે વિશ્વ પ્રકૃતિ સરંક્ષણ દિવસ: મહામૂલ્ય પાણીનો સંગ્રહ અને ભૂર્ગભ જળ સ્તર જાળવવા જિલ્લામાં રૂ.19992.86 લાખના ખર્ચે 2690 ચેકડેમ બનવાયા

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

vartmanpravah

વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ

vartmanpravah

પ્રમુખ દક્ષેશભાઈ પટેલના અધ્‍યક્ષ સ્‍થાને પારડી તાલુકા પંચાયત ખાતે ખાસ સામાન્‍ય સભા મળી

vartmanpravah

Leave a Comment