January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા મોરખલમાં આરક્ષિત જંગલની જમીન પર કબ્‍જો કરનાર બે વ્‍યક્‍તિની કરાયેલી ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.26: દાદરા નગર હવેલીનો લગભગ 40 ટકા વિસ્‍તાર જંગલોથી ઘેરાયેલો છે અને તેમાં મોટો ભાગ આરક્ષિત જંગલ તરીકે છે. આ આરક્ષિત જંગલની જમીનમાં ઊગેલા વૃક્ષોને કેટલાક લોકો દ્વારા નુકસાન કરવામાં આવી રહ્યું છે. જે વનવિભાગના અધિકારીઓના ધ્‍યાનમાં આવતાં દાનહના મોરખલ ગામમાં વન વિભાગ દ્વારા વર્ષ 2016-17 દરમિયાન કરવામાં આવેલ વૃક્ષારોપણની જગ્‍યામાં ગેરકાયદેસર કબજો કરી ખેતી કરવામાં આવી રહી હતી. જેમાં બેવ્‍યક્‍તિ સામે આઈ.એફ.એ. 1927 સેક્‍શન-26 અને પબ્‍લિક પરમીશન એક્‍ટ-1971 સેક્‍સન-5, 11 મુજબ એફ.આઈ.આર. દાખલ કરીને આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર, ફોરેસ્‍ટર શ્રી નરેશ પટેલ, બીટ ઓફિસર શ્રી સતીશ પ્રજાપતિની ટીમે (1)નૈનેસ વળવી (2)મગન વળવી (બન્ને રહેવાસી મોરખલ) નામના વ્‍યક્‍તિની ધરપકડ કરવામાં આવી હતી. આગળની વધુ કાર્યવાહી આર.એફ.ઓ. શ્રી કિરણસિંહ પરમાર કરી રહ્યા છે.
વન વિભાગના અધિકારીના જણાવ્‍યા અનુસાર આરક્ષિત વન અને વન્‍યજીવ અભ્‍યારણને નુકસાન કરનાર સામે આઈ.એફ.એ. 1927, ડબ્‍લ્‍યુએલપી એક્‍ટ 1972 મુજબ ત્રણ વર્ષની કેદ થઈ શકે છે. બન્ને આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્‍યા હતા.

Related posts

ચીખલી પોલીસે બલવાડા હાઈવે પરથી આઈસર ટેમ્‍પોમાંથી દારૂ ઝડપી પાડયો

vartmanpravah

રાષ્ટ્રીય આદિવાસી રમતોત્‍સવ-2023 માટે દમણમાં યોજાયેલી કેન્‍દ્ર શાસિત પ્રદેશ કક્ષાની પસંદગી પ્રક્રિયા સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લા કોંગ્રેસ યુવા પાંખના પ્રમુખ તરીકે કુંજલબેન પટેલનો ભવ્‍ય વિજય

vartmanpravah

કન્‍યાકુમારી થી કાશ્‍મિર સુધી ડ્રગનો સંદેશ લઈ બે યુવાનો એક વ્‍હિલ વાળી સાયકલો ચલાવી વલસાડ આવી પહોંચ્‍યા

vartmanpravah

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

vartmanpravah

કપરાડાના પ્રગતિશીલ યુવા ખેડૂતનું રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતના હસ્‍તે સન્‍માન કરાયું

vartmanpravah

Leave a Comment