Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલી

ચીખલી પંથકમાં અષાઢી બીજના દિવસે બે ઈંચથી વધુ વરસાદ પડતાં ઠેરઠેર પાણી જ પાણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.01: ચીખલી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયા અને ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્‍ચે મેઘરાજા મનમુકીને ન વરસતા અને વાવણી લાયક વરસાદને અભાવે ધરતીપુત્રો પણ મુશ્‍કેલી અનુભવી રહ્યા હતા. આ દરમ્‍યાન અષાઢી બીજના પવિત્ર દિવસે રાત્રિથી જ ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. અને બપોરના સમયે મુશળધાર વરસાદ વરસ્‍યો હતો. બાદમાં પણ ધીમીધારે વરસાદ ચાલું જ રહેતા સીઝનમાં પ્રથમ વખત વરસાદી માહોલ સર્જાયો હતો.
સારા વરસાદથીખેતરોમાં પણ પાણી થતાં ખેડૂતોને પણ રાહત થઈ હતી. ડાંગરના ધરૂ સહિત અન્‍ય ખેતી પાકોને પણ વરસાદથી ફાયદો થયો હતો.ચીખલી પંથકમાં હાઇવે ઓર્થોરિટીના બેદરકારી ભર્યા વહીવટ વચ્‍ચે સમરોલી, થાલા સહિત સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થા ન કરાતા સર્વિસ રોડ પર પાણીનો ભરાવો થયો હતો. આ ઉપરાંત સમરોલી સ્‍થિત હાઈવે ઓવરબ્રિજના છેડે થોડા માસ પૂર્વે ડ્રેનેજના પાણીના નિકાલ માટે સર્વિસ રોડ પાસેની ગટરમાં ગાબડું પડાયું હતું. પરંતુ ત્‍યાં કોઈ નક્કર કામગીરી ન કરાતા આ ગાબડું જોખમકારક બન્‍યું છે.
આ ઉપરાંત ચીખલી-વાંસદા મુખ્‍યમાર્ગ ઉપર પણ વરસાદી પાણીના નિકાલની વ્‍યવસ્‍થાના અભાવે વાહન ચાલકોએ યાતના વેઠવાની નોબત આવી હતી.બપોરબાદ પણ ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહેવા સાથે ચાર વાવ્‍યા સુધીમાં 55-મીમી વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ 325-મીમી વરસાદ નોંધાયો હતો.
=====

Related posts

સેલવાસ ઝંડાચોક શાળાના આચાર્ય સુઝાન જીસસ માઉન્‍ટ એવરેસ્‍ટ સર કરવા નીકળનારા પ્રદેશના પહેલા મહિલા

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

સોમવાર તા.22મી એપ્રિલે ભીમપોરના લીમડી માતા મંદિરનો પાટોત્‍સવ યોજાશેઃ મહાપ્રસાદનું પણ આયોજન

vartmanpravah

નશામુક્‍તિના ઉદ્દેશ્‍ય સાથે 6 હજાર કિમીની દોડ ઉપર નીકળેલા રૂપેશ મકવાણા વલસાડ પહોંચ્‍યા

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણીમાં ઉમેદવાર કે રાજકીય પક્ષોની નહીં પરંતુ મતદારોની થનારી અગ્નિપરીક્ષા

vartmanpravah

મંગળવારે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરના 67મા મહાપરિનિર્વાણ દિન નિમિત્તે સ્‍મરણાંજલિ સભાનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment