September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશ

સંઘપ્રદેશમાં ડીડીડી એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનની સ્‍થાપનાઃ સ્‍થાપક પ્રમુખ બનેલા શિવમકુમાર પટેલ

દીવ-દમણ ઓલિમ્‍પિક એસોસિએશનના પ્રમુખ મહેન્‍દ્ર કામલી અને બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી જનરલના પ્રતિનિધિ ઈન્‍દ્રવદન નાણાંવટીના નેજા હેઠળ મળેલી મંજૂરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
દમણના દીવ-દમણ ઓલિમ્‍પિક એસોસિએશન અને એડહોક કમિટી તથા બોક્‍સિંગ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના સેક્રેટરી જનરલના પ્રતિનિધિ શ્રી ઈન્‍દ્રવદન નાણાંવટી અને દીવ-દમણ ઓલિમ્‍પિક એસોસિએશનના પ્રમુખ શ્રી મહેન્‍દ્ર કામલીના નેજા હેઠળ ડી.ડી.ડી. એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનને મંજૂરી આપવામાં આવી હતી. જેના પ્રમુખ તરીકે શ્રી શિવમકુમાર કાંતિલાલ પટેલની વરણી કરવામાં આવે છે. જ્‍યારે જનરલ સેક્રેટર તરીકે શ્રી ભાવિક કે. પટેલ અને કોષાધ્‍યક્ષની જવાબદારી શ્રીમતી બિનિતા એમ. ભંડારીને સુપ્રત કરવામાં આવી છે.
ડી.ડી.ડી. એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનના કારોબારી સભ્‍યોમાં (1)શ્રી મનોજ ઝેડ. ભંડારી (2) ટીશા એસ. ભંડારી (3)શ્રી સંજય કે. પટેલ (4)રિયા એમ. પટેલ (5)ધ્‍વની વી. પટેલ(6)જાગૃતિ બી. ટંડેલ (7)શ્રી ધ્રુતિક આર. પટેલ (8)શ્રી રોનક સી. ભંડારી (9)શ્રી મિતેશ નાગી (દીવ) અને (10)શ્રી કેવિન કે. પટેલ (દાદરા નગર હવેલી)ની નિયુક્‍તિ કરવામાં આવી છે.

દમણનું ગૌરવઃ દમણના બે બોક્‍સરોની પાંચમી નેશનલ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપમાં પસંદગી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)દમણ, તા.03
દમણમાં ડી.ડી.ડી. એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનના બે બોક્‍સર (1)શ્રી અનુભવ પ્રધાન અને (2)શ્રી રાહુલ સિંઘનું પાંચમી મેન અને વુમન નેશનલ બોક્‍સિંગ ચેમ્‍પિયનશીપ-2022માં પસંદગી થતાં તેઓ આવતી કાલ તા.4-7-2022ના રોજ તામિલનાડુ જવા માટે રવાના થશે.
સમગ્ર પ્રદેશ માટેની આ ગૌરવપ્રદ ઘટના બદલ ડી.ડી.ડી. એડવાન્‍સ બોક્‍સિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી શિવમકુમાર કાંતિલાલ પટેલ અને તેમની ટીમે શુભકામના પાઠવી હતી.

Related posts

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

દીવમાં શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શિવરાત્રી શ્રાવણ માસ ઉત્‍સવ ઉજવવામાં આવ્‍યો

vartmanpravah

દાનહની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ ઓફ લીગલ સ્‍ટડીઝ એન્‍ડ રિસર્ચમાં ફ્રેશર ઈવનું થયેલું આયોજન

vartmanpravah

નરોલી પ્રાથમિક શાળામાં ‘કુપોષણ નિવારણ’ અને ‘વિશ્વ સ્‍તનપાન સપ્તાહ’ સેમિનારનું આયોજન કરાયું

vartmanpravah

‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત સેલવાસ સ્‍માર્ટ સીટી લિ. દ્વારા સાયકલ ફોર ચેન્‍જ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહમાં ડેલકર પરિવારનું 33 વર્ષ કરતા વધુનું શાસનઃ પારઝાઈપાડાનો રસ્‍તો નથી બનાવી શક્‍યા

vartmanpravah

Leave a Comment