Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દમણ વન વિભાગમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે કાર્યરત દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થતાં તેમને આપવામાં આવેલું ભવ્‍ય વિદાયમાન

ફોરેસ્‍ટ ગાર્ડ તરીકે 38 વર્ષ સુધી પુરી નિષ્‍ઠા અને પ્રમાણિકતાથી દામુભાઈ ધોડીએ બજાવેલી ફરજ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
સંઘપ્રદેશ પ્રશાસનમાં 38 વર્ષ જેટલી લાંબી નોકરી કર્યા બાદ વયમર્યાદાના કારણે ફોરેસ્‍ટ ગાર્ડના પદ ઉપરથીશનિવારે શ્રી દામુભાઈ જી. ધોડી સેવા નિવૃત્ત થયા હતા. તેમને રેંજ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કે.એસ.ગાયકવાડના નેતૃત્‍વમાં ભવ્‍ય વિદાયમાન આપવામાં આવ્‍યું હતું.
16 જાન્‍યુઆરી, 1984માં ગોવા દમણ અને દીવ સરકારના સમયે વન વિભાગમાં નિયુક્‍ત થયેલા શ્રી દામુભાઈ જી. ધોડીએ શરૂઆતમાં ગોવા અને ત્‍યારબાદ દમણમાં ફોરેસ્‍ટ ગાર્ડ તરીકેની પોતાની ફરજ નિષ્‍ઠા અને જવાબદારી સાથે બજાવી હતી. આ પ્રસંગે રેંજ ફોરેસ્‍ટ ઓફિસર શ્રી કે.એસ.ગાયકવાડે શ્રી દામુભાઈ જી. ધોડીની કાર્યનિષ્‍ઠાની પ્રશંસા કરી હતી અને શેષ જીવન નિરોગી અને પ્રવૃત્તિમય રહે એવી શુભકામના પણ પાઠવી હતી.

Related posts

મોટાપોંઢા કોલેજમાં શિક્ષક દિનની અનોખી રીતે ઉજવણી થઈ

vartmanpravah

દમણના તન, મનને ડોલાવી ગઈ શ્રેયા ઘોષાલની ગાયિકી

vartmanpravah

નવસારી જિલ્લા ટુરિસ્‍ટ વ્‍હીકલ એસોસીએશન દ્વારા આરટીઓ અધિકારી કેતન વ્‍યાસ વિરુદ્ધ ધમકી આપતા હોવાની રાજ્‍યના મુખ્‍યમંત્રી સહિત ઉચ્‍ચકક્ષાએ રજૂઆત

vartmanpravah

નરોલી ગામના યુવાનની હત્‍યાના બે આરોપીની કરાઈ ધરપકડ

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ મતદાન જાગૃતિ અર્થે નીકળેલી સાયકલ મેરેથોનને લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યું

vartmanpravah

વાપી સરકીટ હાઉસથી રેલવે સ્‍ટેશન રોડ ઉપરથી અતિક્રમણ પોલીસે દૂર કર્યું

vartmanpravah

Leave a Comment