September 1, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણ પોલીસે 2 ડ્રગ પેડલર અને 1ડ્રગ સપ્‍લાયરને ઝડપી પાડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
દમણ પોલીસે ગત 25મી જૂને ડાભેલના કિંગ બાર પાસે દરોડો પાડીને 1 ડ્રગ સપ્‍લાયર અને 2 ડ્રગ પેડલરને ઝડપી પાડયા હતા. ત્રણેય આરોપીઓ સામે એડીપીસી એક્‍ટની કલમ 21 અને 22 હેઠળ કેસ નોંધવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દમણ પોલીસ દ્વારા ડ્રગ્‍સના દાણચોરો, ચોર, લૂંટારા, અનીતિધામો ઉપર સતત સકંજો કસવામાં આવી રહ્યો છે ત્‍યારે હવે તેઓ ડ્રગ્‍સનો ઉપયોગ કરનારાઓને પણ રડાર પર લઈ રહ્યા છે. આથી હવે દમણ પોલીસ નિર્જન જગ્‍યાઓ, ખાલી પડેલા મકાનો અને રસ્‍તાની બાજુમાં વાહનો પાર્ક કરીને નશો કરનારાઓ પર કડક નજર રાખશે. ડ્રગ્‍સ ચેઈન તોડવા માટે ડ્રગ્‍સના દાણચોરો સામે કાર્યવાહી કરવામાં આવશે તો ડ્રગ્‍સનું સેવન કરનારાઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ દિશામાં દમણ પોલીસે 25મી જૂને રાત્રે 11 કલાકે ડાભેલના કિંગ બાર પાસે દરોડો પાડીને 3 લોકોની ધરપકડ કરી હતી. પોલીસે ગુપ્ત માહિતીના આધારે આ દરોડો પાડ્‍યો હતો. દરોડામાં (1)ઉમેશ દિનેશ પટેલ ઉર્ફે કાનુ (ઉ.વ.32) રહે. કથિરિયા ધોબી તળાવ, નાની દમણ, (2) શિવમ વિપિન શ્રીવાસ્‍તવ ઉર્ફે યોગી (ઉ.વ.24) રહે. ખારીવાડ નાની દમણ મૂળ રહેવાસીમૈનપુરી ઉત્તર પ્રદેશ અને (3) અલી સુલેમાન મન્‍સૂરી (ઉ.વ.42) રહે. મુંબઈની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 41.24 ગ્રામ એમડીએમે જપ્ત કર્યું છે.

Related posts

વાપી ખાતે જિલ્લા કક્ષાનો ૭૪ મો વન મહોત્સવ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયો

vartmanpravah

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

પારડી તાલુકાના ૪૦ ગામો માટે રૂ.૧૧૨.૪૮ કરોડની પારડી પાણી જુથ પુરવઠા યોજના પૂર્ણતાને આરે

vartmanpravah

પંચગીની ખાતે આયોજીત ટ્રાઇબલ લીડરશીપ પ્રોગ્રામમાં દાનહના બે યુવાઓની થયેલી પસંદગી

vartmanpravah

ધરમપુર-કપરાડા વિસ્‍તારમાં પાણીની કપરી સ્‍થિતિ : લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે : નલ સે જલ યોજના ફલોપ

vartmanpravah

કપરાડાના આસલોણા ગામે દમણગંગા નદીના કોઝવે પસાર કરતાં પિતા-પૂત્ર અને પડોશી પૂત્ર તણાયા

vartmanpravah

Leave a Comment