Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

માથાભારે ગણાતા ફૂટ લારીવાળાઓએ રીક્ષા નહી પાર્ક કરવા મામલે મારામારી કરી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: વલસાડમાં શાકભાજીમાર્કેટમાં અસામાજીકોનો વધી રહેલા ત્રાસની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે. ગુરૂવારે સાંજે માર્કેટમાં રીક્ષા પાર્કિંગ મુદ્દે ફ્રૂટની લારીઓવાળાએ માથાકૂટ, ઝઘડો કરી ચાર જેટલી રીક્ષાના કાચ ફોડી દેતા મામલો પોલીસ સ્‍ટેશન સુધી પહોંચ્‍યો હતો.
વલસાડ શાકભાજી માર્કેટ પાણી પરબ લાઈન પાસે કલેક્‍ટર દ્વારા રિઝર્વ જગ્‍યામાં રીક્ષા સ્‍ટેન્‍ડની ફાળવણી કરવામાં આવી છે. માર્કેટમાં આવતા બહારગામના લોકોને સગવડ મળી રહે તેથી રીક્ષાવાળા અહી રોજ પાર્કિંગ કરે છે. ગતરોજ કોઈ ભોલુભાઈ નામના ફ્રૂટની લારીવાળાએ રીક્ષાઓ અહીં પાર્ક નહી કરવાની, મારી નાખવાની ધમકી આપ્‍યા બાદજ ચાર-પાંચ રિક્ષાના કાચ ફોડી નાખ્‍યા હતા તેથી રીક્ષા ચાલકો અને ફ્રૂટની લારીઓ વાળા વચ્‍ચે મામલો ઉગ્ર બન્‍યો હતો. રીક્ષાવાળા જણાવી રહ્યા હતા કે આ લારીઓ વાળાની દાદાગીરી વધી રહી છે, રોજેરોજ ઝઘડા કરી માર મારવાની ધમકી આપે છે તેથી ગતરોજ નો મામલો પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યો હતો.

Related posts

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah

‘હર ઘર તિરંગા’

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

અંતે વલસાડ-ખેરગામ રોડની કામગીરી શરૂ: સરપંચોની લડત રંગ લાવી : વન વિભાગે આડોડાઈ છોડી

vartmanpravah

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામે આંગણવાડીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment