Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડના માહ્યાવંશી સમાજની જમીન પર ભૂ-માફિયાઓની બગડેલી દાનત

નબળી આર્થિક પરિસ્‍થિતિ, અજ્ઞાનતા અને લાચારીનો લાભ લઈ ભૂ-માફિયાઓએ ધાક ધમકી અને કાવા દાવા વાપરી પચાવી પાડેલી જમીન સામે ન્‍યાય માંગવા ભોગ બનેલા જમીનદારોએ મામલતદાર કચેરીએ આપેલું આવેદનપત્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.11: ઉમરગામ તાલુકાના ખતલવાડ ખાતે માહ્યાવંશી સમાજના જમીનદારો ભૂ-માફિયાના પ્રકોપના કારણે જમીન વિહોણા બનવા તરફ જઈ રહ્યા છે. અજ્ઞાનતા અને આર્થિક રીતે નબળી પરિસ્‍થિતિનો તેમજ માથાભેર ઈસમોનો સામનો નહીં કરી શકે એવાકમજોર વ્‍યક્‍તિઓએ એકત્રિત થઈ મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર આપ્‍યું હતું. અને એમની સાથે થઈ રહેલા જોર જુલમ, ધાક ધમકી સામે રક્ષણ આપી ન્‍યાય કરવા જણાવ્‍યું હતું.
એમના દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ ઘટનાઓ ચોંકાવનારી છે. જે જોતા એક ઘટનામાં મૂળ જમીન માલિક સ્‍વ.નાનજી કાળીયા સુરતી છે. જેમના નામે ચાલી આવતી અઢી એકર જમીન પર વિનોદભાઈ સુરતી અને એમના મળતીઓની દાનત બગડતા વિનોદભાઈના કાકા જેમનું નામ નાનજી કાલિદાસ સુરતી છે, જે જમીન માલિક સાથે મળતું આવતું હોય એનો લાભ લઈ મૂળ વારસદારોને હટાવી દઈ ખોટા વારસદારોએ પ્રવેશ કરી જમીનના કાગળો ઉપર માલિકી હક મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. પરંતુ આ જમીન મૂળ માલિકે દસ્‍તાવેજથી ખરીદી હતી તે સમયે બનાવટી માલિકનો જન્‍મ પણ થયો ન હતો એવું સ્‍કૂલના બોનોફાઈડ સર્ટિફિકેટ ઉપરથી પ્રમાણિત થઈ રહ્યું છે. જેથી આ ઘટનામાં ફોજદારી રાહે પણ તપાસ થવી જોઈએ એવું જણાઈ રહ્યું છે.
બીજી ઘટનામાં નગીનભાઈ શંકરભાઈ સુરતી અને એમના ભાઈઓની દસ્‍તાવેજથી ખરીદ કરવી જમીન પર શાંતીબેન માહ્યાવંશીની ખોટી વારસાઈ કરી સીધી લીટીમાં આવતા વારસદારોને હટાવી દઈ જમીનના કાગળો ઉપર નામ ચડાવી ગેરરીતી આચરી હોવાનું જાણવા મળી રહ્યુંછે.
ત્રીજી ઘટનામાં ભંગિયા ઉકળના નામે ચાલી આવતી જમીન ઉપર મૂળ વારસદારોને હટાવી ખોટી વારસાઈ કરી જમીન પચાવી પાડી છે.
આ સમગ્ર ઘટનાઓની ફરિયાદ કરવા છતાં ન્‍યાયમાં વિલંબ થતા આવેદનપત્ર આપવાની ફરજ પડી છે. ફરિયાદીઓને ન્‍યાય મળવામાં વિલંબ થશે તો સમગ્ર પ્રકરણ અનુસૂચિત આયોગમાં કરવામાં આવશે એવી ગતિવિધિ જોવા મળી રહી છે.

Related posts

શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ સલવાવ પ્રી સ્‍કૂલ દ્વારા નાના નાના ભૂલકાઓની આરતી થાળી ડેકોરેશન અને ચિત્રકળા સ્‍પર્ધા યોજવામાં આવી

vartmanpravah

દાનહમાં કામ કરતી આંગણવાડી કાર્યકર્તા બહેનોએ પગાર વધારવા જિલ્લા કલેક્‍ટર પાસે માંગેલી દાદઃ 10 દિવસની અંદર સમસ્‍યાના સમાધાનનું કલેક્‍ટરશ્રીએ આપેલું આશ્વાસન

vartmanpravah

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

vartmanpravah

કપરાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ અને ડેપ્‍યુટી સરપંચોઍ વિધિવત કાર્યભાર સંભાળ્‍યો

vartmanpravah

વાપી નજીકના નાની તંબાડી ગામે કાર અડફેટે બાઈક આવી જતાં એકનું મોત : એક ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સોમવારે દાનહમાં 8, દમણમાં 9 અને દીવમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment