January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદીવ

દીવમાં ત્રણ દિવસ સુધી દારૂની દુકાનો બંધ રહેશેઃ મંગળવારે સાંજે 6 વાગ્‍યાથી ડ્રાય ડે શરૂ થશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.04
કેન્‍દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના સંયુક્‍ત કર સચિવ શ્રી કરણજીત વાડોદરિયાના આદેશ અનુસાર દીવ નગરપાલિકાની 7 બેઠકો પર યોજાનાર મતદાન માટે દીવ જિલ્લામાં 5મી જુલાઈના રોજ સાંજે 6 વાગ્‍યાથી મતદાન સમાપ્ત થાય ત્‍યાં સુધી અને મત ગણતરીના દિવસે બંધ દારૂ-શરાબની દુકાનો બંધ રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દીવ નગરપાલિકાની 7 બેઠકો માટે 7મી જુલાઈના રોજ મતદાન થવાનું છે. આ સંદર્ભે કડક સુરક્ષા વ્‍યવસ્‍થા વચ્‍ચે ઘણી મહત્‍વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આદેશ મુજબ દીવ જિલ્લામાં મતદાનના 48 કલાક પહેલાથી લઈને મતદાનના અંત સુધી અને મતગણતરીના દિવસે દારૂની દુકાનો બંધ રહેશે.
આદેશમાં કહેવામાં આવ્‍યું છે કે આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારની દારૂની દુકાનો, હોટલ, રેસ્‍ટોરન્‍ટ અને ક્‍લબ અને દારૂનું વેચાણ અને વિતરણ કરતી અન્‍ય સંસ્‍થાઓને દારૂ વેચવા અને ઓફર કરવાની મંજૂરી આપવામાંઆવશે નહીં. ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. પ્રતિબંધના સમયગાળા અંગે આદેશમાં સ્‍પષ્ટપણે જણાવવામાં આવ્‍યું છે કે 5મી જુલાઈ 2022ના સાંજે 6 વાગ્‍યાથી 7મી જુલાઈ 2022ના રોજ મતદાન પૂર્ણ થાય અને 9મીએ મતગણતરી થાય ત્‍યાં સુધી જિલ્લાના તમામ એક્‍સાઈઝ લાયસન્‍સ બંધ રાખવા જરૂરી છે. મત ગણતરી દરમિયાન દારૂ-બિયર, અને નશીલા પદાર્થોની દુકાનોને બંધ કરવામાં આવશે.

Related posts

વલસાડ નગરપાલિકા દ્વારા કરાયેલા વેરામાં વધારા સામે નોંધાયેલો વિરોધ

vartmanpravah

ચીખલીના નોગામા ગામે ઘરો નજીક તળાવના ખોદકામથી ચોમાસામાં જાનહાની ન થાય તે માટે પાળો બનાવવા કરાયેલી માંગ

vartmanpravah

વરસાદની વિદાય સાથે વાપી પાલિકા અને હાઈવે ઓથોરિટીએ રોડ મરામતની પુર ઝડપે કામગીરી હાથ ધરી

vartmanpravah

દાનહઃ સીલી સ્‍થિત કે.એલ.જે. પ્‍લાસ્‍ટીસાઈઝર્સ કંપનીમાં લાગેલી આગઃ બે કામદારોને ગંભીર ઈજા

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

Leave a Comment